મોરબી

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને ચિંતાજનક ચિત્ર : માધ્યમિક શિક્ષણમાં ડ્રોપઆઉટ દર 16.9%, હજારો શાળાઓમાં એક જ શિક્ષક

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને ચિંતાજનક ચિત્ર : માધ્યમિક શિક્ષણમાં ડ્રોપઆઉટ દર 16.9%, હજારો શાળાઓમાં એક જ શિક્ષક

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. રાજ્યમાં માધ્યમિક શિક્ષણ અધવચ્ચે છોડી દેતા વિદ્યાર્થીઓનો દર 16.9 ટકા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ રાજ્યની 2936 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક કાર્યરત હોવાની બાબતે પ્રશ્નો ઊભા થયા છે.આ મુદ્દે ડૉ. મનીષ દોશી દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે શિક્ષણ ક્ષેત્રે પૂરતી વ્યવસ્થા અને શિક્ષકોની ભરતીના અભાવે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોની અછત, ગુણવત્તાસભર શિક્ષણમાં અવરોધ ઉભો કરી રહી હોવાનું જણાવાયું છે.માધ્યમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓ અધવચ્ચે અભ્યાસ છોડતા હોવાની વધતી સમસ્યા શિક્ષણવિદો માટે પણ ચિંતાનો વિષય બની છે. નિષ્ણાતોના મત અનુસાર, આર્થિક પરિસ્થિતિ, માર્ગદર્શનનો અભાવ, ગુણવત્તાસભર શિક્ષણની અછત અને પરિવારિક સંજોગો જેવા પરિબળો ડ્રોપઆઉટ દર વધારવા માટે જવાબદાર બની શકે છે.
શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવી, સરકારી શાળાઓમાં આધુનિક અને ગુણવત્તાસભર શિક્ષણ સુવિધા વધારવી તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતી યોજનાઓનો અસરકારક અમલ જરૂરી બન્યો છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder