મોરબી: મોરબી જિલ્લાના રાજકારણના કદાવર નેતા અને મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું દુખદ નિધન થયું છે. તેમના આકસ્મિક અવસાનના સમાચાર વહેતા થતા જ મોરબી જિલ્લાના રાજકીય અને સામાજિક આલમમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.
કિશોરભાઈ ચીખલીયા વર્તમાનમાં મોરબી જિલ્લા કોંગ્રેસના સુકાની તરીકે પક્ષની જવાબદારી સંભાળી રહ્યા હતા. એક નિષ્ઠાવાન નેતા તરીકે તેમણે જિલ્લામાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે સતત કાર્ય કર્યું હતું. તેમની સરળતા અને કાર્યકરો સાથેનો સીધો સંપર્ક તેમને લોકપ્રિય બનાવતા હતા.
તેમના નિધનથી કોંગ્રેસ પક્ષે એક મજબૂત નેતૃત્વ ગુમાવ્યું છે. અનેક રાજકીય આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.
