મોરબી : એક સમયે ઉદ્યોગ અને રોજગારીનું કેન્દ્ર ગણાતી મોરબી આજે મંદીના ગંભીર માહોલમાંથી પસાર થઈ રહી છે. ખાસ કરીને સિરામિક, ઘડિયાળ અને સંલગ્ન ઉદ્યોગોમાં ઉત્પાદન ઘટતા હજારો મજૂરો, નાના વેપારીઓ અને મધ્યમવર્ગીય પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ઉદ્યોગોમાં ઓર્ડર ઘટવા, ઉત્પાદન ખર્ચ વધવા અને વૈશ્વિક અસ્થિરતાના કારણે રોજગારી પર સીધી અસર જોવા મળી રહી છે.
વૈશ્વિક સ્તરે યુદ્ધ જેવી પરિસ્થિતિઓના પ્રતિબિંબ મોરબીના ઉદ્યોગો પર પણ જોવા મળી રહ્યા છે. કાચામાલના ભાવમાં વધારો, નિકાસમાં ઘટાડો અને વેપારની અનિશ્ચિતતાએ ઉદ્યોગકારો સાથે મજૂર વર્ગને પણ મુશ્કેલીમાં મૂકી દીધા છે. અનેક પરિવારોમાં રોજગાર ઘટતા ઘરખર્ચ ચલાવવો મુશ્કેલ બન્યો છે.આ પરિસ્થિતિ વચ્ચે વિકાસની મોટી મોટી વાતો કરનાર રાજકીય નેતાઓ હાલ મૌન હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. પ્રજાજનોમાં એવી લાગણી ઉભી થઈ રહી છે કે મુશ્કેલીના સમયમાં રોજગાર, નાના વેપારીઓ અને મજૂરો માટે ખાસ રાહત કે ચોક્કસ આયોજન અંગે પૂરતી ચર્ચા થતી દેખાતી નથી.
સ્થાનિક લોકોનું માનવું છે કે માત્ર વિકાસના દાવા પૂરતા નથી, પરંતુ વર્તમાન આર્થિક સંકટમાં રોજગારી જળવાઈ રહે, નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે અને મજૂર વર્ગને સહાય મળે તે માટે નીતિગત પ્રયાસો જરૂરી છે. મોરબી જેવી ઉદ્યોગ નગરી ફરી ગતિ પકડે તે માટે સરકાર, ઉદ્યોગકારો અને સ્થાનિક તંત્રએ સંકલિત પ્રયાસો કરવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે.
ઉદ્યોગ નગરી મોરબીમાં મંદીની માર : યુદ્ધના પ્રતિબિંબ વચ્ચે વિકાસની વાતો કરનાર નેતાઓ મૌન, માનવ જીવન પર સંકટ ઘેરાયું