મોરબી

કોંગ્રેસના આગેવાન ડૉ. રુકમુદીન માથકિયાના પિતા અમનજીભાઈ માથકિયાનું અવસાન: ગારીડા સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી

કોંગ્રેસના આગેવાન ડૉ. રુકમુદીન માથકિયાના પિતા અમનજીભાઈ માથકિયાનું અવસાન: ગારીડા સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી

વાંકાનેર, તા. 21:વાંકાનેર પંથકના ગારીડા ગામના વતની, આશાન ગ્રુપના સ્થાપક, સહકારી ક્ષેત્રના અગ્રણી અને પૂર્વ સરપંચ તરીકે લોકચાહના મેળવનાર અમનજીભાઈ માથકિયાનું દુઃખદ અવસાન થતાં ગારીડા ગામ સહિત સમગ્ર મોમીન મુસ્લિમ સમાજ અને રાજકીય-સામાજિક વર્તુળોમાં ઊંડી શોકની લાગણી વ્યાપી છે.
મરહુમ અમનજીભાઈ કોંગ્રેસના અગ્રણી નેતા ડૉ. રુકમુદીન માથકિયાના પિતા હતા. તેઓ વર્ષોથી સમાજસેવા, સહકારી પ્રવૃત્તિઓ અને ગ્રામ વિકાસના કાર્યો સાથે જોડાયેલા રહ્યા હતા. સરળ સ્વભાવ, મિલનસાર વ્યક્તિત્વ અને દરેક વર્ગના લોકો સાથેના આત્મીય સંબંધોને કારણે તેઓ સમાજમાં ખૂબ જ લોકપ્રિય હતા.તેમના અવસાનના સમાચાર મળતાં રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ, વેપારી વર્ગ તથા મોટી સંખ્યામાં શુભેચ્છકો દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. અનેક લોકોએ તેમના નિવાસસ્થાને પહોંચી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.પરિવારજનો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મરહુમ અમનજીભાઈ માથકિયાની દફનવિધિ ફજરની નમાજ બાદ ગારીડા ગામ ખાતે યોજાશે, જેમાં મોટી સંખ્યામાં સ્વજનો, સમાજના આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. મરહુમના અવસાનથી માત્ર માથકિયા પરિવાર જ નહીં, પરંતુ ગારીડા ગામ અને સમગ્ર વિસ્તારના સામાજિક જીવનમાં એક ખાલીપો સર્જાયો હોવાનું લોકો વ્યક્ત કરી રહ્યા છે. તેમના સેવાભાવી જીવન અને લોકહિતના કાર્યોની યાદ લોકોના હૃદયમાં લાંબા સમય સુધી જીવંત રહેશે. અલ્લાહ તઆલા મરહુમને જન્નતુલ ફિરદૌસમાં ઉચ્ચ દરજ્જો અતા કરે અને શોકાકુલ પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે — આમિન.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder