રાષ્ટ્રીય

વલસાડના ઉમરગામમાં આભ ફાટ્યું! 36 ઇંચ વરસાદથી સમગ્ર જિલ્લો જળબંબાકાર

વલસાડના ઉમરગામમાં આભ ફાટ્યું! 36 ઇંચ વરસાદથી સમગ્ર જિલ્લો જળબંબાકાર

Screenshot

Valsad Heavy Rain Flood : દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં કુદરતે કહેર વર્તાવ્યો છે. ઉમરગામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં લગભગ 36 ઇંચ જેટલો અભૂતપૂર્વ વરસાદ નોંધાતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે સમગ્ર જિલ્લામાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.

 Valsad Heavy Rain Flood : વરસાદના આંકડાઓ: આભ ફાટ્યું
છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલ વરસાદ નીચે મુજબ છે:

ઉમરગામ: 36 ઇંચ

કપરાડા: 29 ઇંચ

નાનાપોંઢા: 25.31 ઇંચ

ધરમપુર: 20 ઇંચ

ઔરંગા નદી બની વિકરાળ
ભારે વરસાદને પગલે ઔરંગા નદી 9 મીટરની ઐતિહાસિક અને ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. નદીનું જળસ્તર વધતા કાશ્મીર નગર, બરુડિયાવાડ, છીપવાડ અને તરિયાવાડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ પર નજર રાખવા માટે રવાના કર્યા છે.

રેસ્ક્યૂ ઓપરેશન અને સ્થળાંતર
વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી 200થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. કાશ્મીર નગર અને બરુડિયાવાડમાંથી રેસ્ક્યૂ કરાયેલા લોકોને રામજી મંદિર ખાતે આશરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, વલસાડના સંજાણ અને ઉમરગામના અનેક ગામોમાં હજુ પણ બોટ દ્વારા ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે.

Screenshot
Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder