મોરબી

મોરબીમાં પાણીના પ્રશ્ને જનઆક્રોશ: વાવડી રોડના રહીશોએ પંચાસર ચોકડીએ કર્યો ચક્કાજામ, હાઈવે પર વાહનોની લાંબી કતારો

મોરબીમાં પાણીના પ્રશ્ને જનઆક્રોશ: વાવડી રોડના રહીશોએ પંચાસર ચોકડીએ કર્યો ચક્કાજામ, હાઈવે પર વાહનોની લાંબી કતારો

Screenshot

મોરબી:

મોરબી શહેરમાં ઉનાળાની સિઝન વચ્ચે પાણીની ગંભીર કટોકટી સર્જાતા સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે. શહેરના વાવડી રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં છેલ્લા ૨ મહિનાથી પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નક્કર ઉકેલ ન આવતા, આજે ત્રાહિમામ પોકારેલા સ્થાનિક રહીશો અને મોટી સંખ્યામાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પંચાસર ચોકડી ખાતે સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો હતો.

પંચાસર ચોકડી જેવા વ્યસ્ત વિસ્તારમાં સ્થાનિકો દ્વારા રસ્તો બ્લોક કરી દેવામાં આવતા હાઈવે પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ચક્કાજામના કારણે રોડની બંને બાજુએ વાહનોના થપ્પા લાગી ગયા હતા અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

સ્થાનિક મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી રોજબરોજના વપરાશ અને પીવા માટે પૂરતું પાણી મળી રહ્યું નથી, જેના કારણે ગૃહિણીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વારંવાર તંત્રના દ્વાર ખખડાવવા છતાં પરિણામ શૂન્ય રહેતા અંતે જન આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. સ્થાનિકોએ ઉચ્ચાર્યું છે કે જો વહેલી તકે પાણીનો પુરવઠો નિયમિત અને પૂરતો કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Screenshot
Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder