પોલીસ ડાયરી મોરબી

મોરબી LCBની મોટી સફળતા: વાકાંનેર તાલુકાના પ્રોહિબિશનના ગુનામાં ૨ વર્ષથી નાસતો-ફરતો આરોપી સુદામણાથી ઝડપાયો

મોરબી LCBની મોટી સફળતા: વાકાંનેર તાલુકાના પ્રોહિબિશનના ગુનામાં ૨ વર્ષથી નાસતો-ફરતો આરોપી સુદામણાથી ઝડપાયો

Screenshot

મોરબી:

મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ટીમે એક મહત્વની કામગીરી કરીને છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા પ્રોહિબિશનના ગુનાના એક આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

સમગ્ર વિગત:

કચ્છ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના તેમજ LCB પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા અને પેરોલ જમ્પ થયેલા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવ રાખવામાં આવી હતી. આ દરમિયાન મોરબી LCB અને પેરોલ ફ્લો સ્ક્વોડની સંયુક્ત ટીમને ખાનગી રાહે અને ભરોસાપાત્ર બાતમી મળી હતી કે વાકાંનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના બે જુદા જુદા ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી તેના વતન સુદામણા ગામે હાજર છે.

બાતમીના આધારે પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામણા ગામે દરોડો પાડીને આરોપીને દબોચી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે વાકાંનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

ઝડપાયેલા આરોપીનું નામ:

હરેશભાઈ ઢેબભાઈ ખાચર કાઠી (ઉંમર વર્ષ: ૩૨, ધંધો: મજૂરી, રહે. સુદામણા, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર)

કામગીરી કરનાર ટીમ:

આ સફળ કામગીરીમાં LCB ઇન્સ્પેક્ટર, પીએસઆઈ બી.ડી.ભટ્ટ, વી.જી.માલાણી (પેરોલ ફ્લો સ્ક્વોડ) તેમજ ઈશ્વરભાઈ મેલાભાઈ કલોતરા (ASI), શેખરભાઈ સંગ્રામભાઈ, ભરતભાઈ ઘેલાભાઈ (પો.હેડ.કોન્સ.) અને પ્રદીપસિંહ બહાદુરસિંહ (પો.કોન્સ.) સહિતના સ્ટાફે પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી.

Screenshot
Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder