વાંકાનેર:
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026ની ધોરણ 10ની બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વાંકાનેરની શારદા વિદ્યાલયની તેજસ્વી વિદ્યાર્થિની ખાંડેખા મિલી રોહિતભાઈએ સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમ (Rank 1) પ્રાપ્ત કરીને શાળા, પરિવાર તેમજ સમગ્ર વાંકાનેર પંથકનું નામ રોશન કર્યું છે.
મિલી ખાંડેખાની આ અદ્ભુત અને અવિસ્મરણીય સિદ્ધિ બદલ શારદા વિદ્યાલય પરિવાર દ્વારા એક ભવ્ય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીકરી પર પુષ્પવર્ષા કરીને ખૂબ જ ઉષ્માભેર અને શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ ક્ષણે સમગ્ર વાંકાનેર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ અભૂતપૂર્વ સફળતા પાછળ વિદ્યાર્થિનીની કઠોર મહેનત, વાલીઓનો અતુટ વિશ્વાસ અને શાળાના શિક્ષકગણનું સતત મળી રહેલું યોગ્ય માર્ગદર્શન મહત્વપૂર્ણ સાબિત થયું છે. શારદા વિદ્યાલય પરિવાર તરફથી તેજસ્વી વિદ્યાર્થિનીને દિલથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.
