પોલીસ ડાયરી મોરબી

મોરબી LCB નો સપાટો: માળિયા મિયાણા ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને દબોચી લીધો

મોરબી LCB નો સપાટો: માળિયા મિયાણા ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને દબોચી લીધો

મોરબી:

મોરબી જિલ્લામાં નાસતા-ફરતા અને જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ પ્રશાસન દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત મોરબી એલ.સી.બી. (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા એક આરોપીને પોલીસે વોચ ગોઠવીને ઝડપી પાડ્યો છે.

ચોક્કસ બાતમીના આધારે થઈ ધરપકડ

મળતી માહિતી મુજબ, રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને મોરબી પોલીસ અધીક્ષકની સૂચનાથી LCB ઇન્સ્પેક્ટર આર.સી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ વી.જી.માલાણી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન સ્ટાફના હિતેન્દ્રસિંહ ચુડાસમા, ચંદુભાઈ કાણોતરા, ભગીરથસિંહ ઝાલા અને દશરથસિંહ પરમારને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે ચોરીના ગુનાનો આરોપી માળિયા (મીં.) કોર્ટ નજીક ગોળાઈવાળા રોડ પર ઊભો છે.

બાતમીના આધારે પોલીસે તુરંત જ ઘટનાસ્થળે વોચ ગોઠવીને આરોપી સલીમ ઉર્ફે સુલેમાન હૈદર જેડા (મિયાણા) (ઉં.વ. ૩૭, રહે. ભરવાડના વાડા વિસ્તાર, માળિયા મિયાણા) ને દબોચી લીધો હતો.

આગળની કાર્યવાહી હાથ ધરાઈ

પકડાયેલ આરોપી સલીમ ઉર્ફે સુલેમાન સામે માળિયા (મીં.) પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૫ માં BNS ની કલમ ૩૦૩(૨), ૫૪ મુજબ ચોરીનો ગુનો (પાર્ટ-એ ગુ.ર.નં. ૦૯૦૫/૨૦૨૫) નોંધાયેલો હતો અને તે ત્યારથી નાસતો ફરતો હતો. પોલીસે આરોપીને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે માળિયા મિયાણા પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder