મોરબી

મોરબી LCBની મોટી કાર્યવાહી: હળવદ રોડ પરથી લાખોનો વિદેશી દારૂ ભરેલું ટ્રક ટ્રેલર ઝડપાયું

મોરબી LCBની મોટી કાર્યવાહી: હળવદ રોડ પરથી લાખોનો વિદેશી દારૂ ભરેલું ટ્રક ટ્રેલર ઝડપાયું

મોરબી: જિલ્લામાં દારૂ-જુગારની બદી નાબૂદ કરવાની ઝુંબેશ હેઠળ મોરબી ક્રાઈમ બ્રાન્ચે (LCB) બાતમીના આધારે હળવદ રોડ પર આંદરણા ગામ પાસે વોચ ગોઠવી એક મોટા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે.

ઘટનાની વિગત:

મોરબી LCB/પેરોલ ફ્લો સ્ક્વોડને બાતમી મળી હતી કે ચરાડવા તરફથી એક ટ્રક ટ્રેલર (નંબર GJ39TA-2090) વિદેશી દારૂ ભરીને આવી રહ્યું છે. પોલીસે આંદરણા ગામ પાસે ભેરૂનાથ હોટલ નજીક વોચ ગોઠવી આ ટ્રકને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન ટ્રકની ચેસીસમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની કુલ ૪૬૦૮ બોટલો અને બિયરના ૯૬ ટીન મળી આવ્યા હતા.

મુદ્દામાલની વિગત:

વિદેશી દારૂ: ૪૬૦૮ બોટલો (કિંમત રૂ. ૫,૫૬,૮૦૦/-)

બિયર: ૯૬ ટીન (કિંમત રૂ. ૧૦,૨૭૨/-)

વાહન: ટાટા ટ્રક ટ્રેલર (કિંમત રૂ. ૧૫,૦૦,૦૦૦/-)

અન્ય: ૨ મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂ. ૨૦,૮૭,૦૭૨/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ધરપકડ અને કાર્યવાહી:

પોલીસે આ મામલે ટ્રક ચાલક ધનારામ પુનમારામ ચૌધરી (રહે. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે, જ્યારે દમારામ જાંટ અને દુદારામ ચૌધરી (બંને રહે. રાજસ્થાન) નામના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સફળ કામગીરી LCB ઇન્ચાર્જ પી.આઈ. આર.સી. ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder