સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વાંકાનેર શહેરમાં મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા ની અધ્યક્ષતામાં વિશાળ અને શિસ્તબદ્ધ ફ્લેગ માર્ચ યોજાઈ હતી. કાયદો અને વ્યવસ્થાની સુનિશ્ચિતતા માટે યોજાયેલી આ કામગીરીએ શહેરમાં સુરક્ષાનું દૃઢ વાતાવરણ ઉભું કર્યું છે.
આ ફ્લેગ માર્ચમાં તાલુકા પોલીસ, શહેર પોલીસ, મહિલા પોલીસ સ્ટેશન સાથે હોમગાર્ડ અને GRDના જવાનોનો વિશાળ કાફલો જોડાયો હતો. શહેરના મુખ્ય માર્ગો તથા સંવેદનશીલ વિસ્તારોમાં આ માર્ચ પસાર થતા લોકોમાં વિશ્વાસ અને શાંતિનો સંદેશ પ્રસરી ગયો હતો.
માર્ચમાં જોડાયેલા પોલીસ અધિકારીઓમાં
પી.આઈ. બી.વી. પટેલ (તાલુકા પોલીસ)
સીટી પી.આઈ. વી.એસ. સિંધવ
મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.વી. ધેલા
તથા સબ ઇન્સ્પેક્ટર સ્તરે
પી.એસ.આઈ. જે.એલ. ઝાલા
પી.એસ.આઈ. આર.પી. જાડેજા
પી.એસ.આઈ. ડી.વી. ખાભલા
પી.એસ.આઈ. વી.કે. મહેશ્વરી
પી.એસ.આઈ. જેડી ડામોર
સહિતનો સ્ટાફ સક્રિય રીતે ફરજ બજાવતા નજરે પડ્યો હતો. આ સાથે અન્ય પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને GRDના જવાનો મળી કુલ આશરે 500 જેટલી ફોર્સ તૈનાત રહી હતી. ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ મતદારોમાં નિર્ભયતા ઉભી કરવો, અસામાજિક તત્વો સામે કડક સંદેશ આપવો અને ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પાર પાડવાની ખાતરી આપવાનો રહ્યો હતો. પોલીસ તંત્રની સુવ્યવસ્થિત કામગીરી અને સંકલિત પ્રયાસોથી વાંકાનેર શહેરમાં સકારાત્મક અને શાંતિપૂર્ણ માહોલ સર્જાયો છે.
આ સમગ્ર કામગીરીથી સ્પષ્ટ થાય છે કે મોરબી જિલ્લા પોલીસ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણ સજ્જ છે. પોલીસની દૃઢ ઉપસ્થિતિએ જનમાનસમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે અને આવનારી ચૂંટણી માટે વિશ્વાસપૂર્ણ વાતાવરણ ઉભું કર્યું છે.

