https://www.facebook.com/share/v/1JA8tKCzrQ
વાંકાનેર: નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટીની પેનલને કાર્યકરો અને ઉમેદવારોના સમર્થકો તરફથી મજબૂત પ્રતિસાદ મળી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી મુલાકાત દરમિયાન “ગુજરાત ગુંજ” સાથેની આછી વાતચીતમાં કાર્યકરોએ જણાવ્યું હતું કે, છેલ્લા 11 માસના સમયગાળામાં કરવામાં આવેલા વિકાસ કાર્યોને કારણે મતદારોમાં સકારાત્મક માહોલ સર્જાયો છે.
વોર્ડમાં રસ્તા, પાણી, લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ભાજપની પેનલ સફળ રહી હોવાનું જણાવાયું હતું. સ્થાનિક લોકોમાં પણ આ કામોને લઈ સંતોષની લાગણી જોવા મળી રહી છે, જેના કારણે આવનારી ચૂંટણીમાં ભાજપને લાભ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ દરમિયાન અમિતભાઈએ જણાવ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રત્યે લોકોમાં વિશ્વાસ છે. વિકાસના કામો અને જનસેવાના અભિગમને કારણે વોર્ડના મતદારો ભાજપની સાથે છે. આગળ પણ વધુ સારા કામ કરવા માટે અમારી પ્રતિબદ્ધતા યથાવત રહેશે.”
આ રીતે વોર્ડ નં. 2 માં ભાજપ પેનલ વિકાસના મુદ્દા સાથે મતદારો વચ્ચે પોતાની પકડ મજબૂત બનાવતી જોવા મળી રહી છે.
