મોરબી

હળવદના માનગઢ ગામની સીમમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી: વાલીવારસની શોધખોળ કરતી પોલીસ

હળવદના માનગઢ ગામની સીમમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી: વાલીવારસની શોધખોળ કરતી પોલીસ

Screenshot

હળવદ:

મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા માનગઢ ગામની સીમમાંથી આજે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસને આ અંગે જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, પરંતુ હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી.  

મૃતકનું વર્ણન અને વિગતો:

હળવદ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ:  

ઉંમર: આશરે 30 થી 35 વર્ષ.  

શરીરનો બાંધો: મધ્યમ બાંધો.  

પહેરેલા કપડા: કાળા કલરનું લાઈનિંગ વાળું શર્ટ અને ક્રીમ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે.  

પોલીસની અપીલ:

હાલ આ મૃતદેહના વાલીવારસ મળી આવ્યા ન હોવાથી પોલીસે તેની ઓળખ મેળવવા માટે તપાસ તેજ કરી છે. જો કોઈ વ્યક્તિ આ અજાણ્યા પુરુષ વિશે માહિતી ધરાવતી હોય અથવા તેના વાલીવારસ વિશે કોઈ જાણકારી મળે, તો તાત્કાલિક હળવદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.  

સંપર્ક વિગતો:

હળવદ પોલીસ સ્ટેશન: 6359626050  

ટેલીફોન નંબર: (02758) 261252  

તપાસ અધિકારી (અશ્વિનભાઇ મનસુખભાઇ ઝાપડીયા): 9904729824  

ઈમેલ આઈડી: polstn-hal-morbi@gujarat.gov.in 

Screenshot
Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder