મોરબી

હળવદ પોલીસની મોટી કાર્યવાહી: પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ બુટલેગર પાસા હેઠળ જેલભેગો

હળવદ પોલીસની મોટી કાર્યવાહી: પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ બુટલેગર પાસા હેઠળ જેલભેગો

હળવદ:

મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને પ્રોહિબિશનના ગુનાઓ ડામી દેવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂના વેચાણ જેવા ગુનાઓમાં સંડોવાયેલા નામચીન ઇસમને પાસા (PASA) હેઠળ ડિટેઇન કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

ઘટનાની વિગત:

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને મોરબી પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, ઇંગ્લીશ દારૂના વેચાણમાં સંડોવાયેલ આરોપી અલ્તાફ ઉર્ફે રાજા સોકતભાઇ ખોડ/મિયાણા (રહે. મોરબી, વાવડી રોડ) વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્ત મંજૂર કરી પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા, હળવદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીને સત્વરે ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder