અમદાવાદ

ભાજપે મણિનગર વોર્ડના ઉમેદવારોના નામ કર્યા જાહેર: હર્ષ અને ઉલ્લાસ સાથે ફોર્મ ભરતા ઉમેદવારો

ભાજપે મણિનગર વોર્ડના ઉમેદવારોના નામ કર્યા જાહેર: હર્ષ અને ઉલ્લાસ સાથે ફોર્મ ભરતા ઉમેદવારો

અમદાવાદ: આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમદાવાદના પ્રતિષ્ઠિત મણિનગર વોર્ડ (વોર્ડ નં. ૩૭) માટે ભાજપે પોતાના ચાર સક્ષમ ઉમેદવારોના નામ જાહેર કરી તેમને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

મણિનગર વોર્ડના ભાજપના સત્તાવાર ઉમેદવારો:

પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ મણિનગર બેઠક પર નીચે મુજબના મૂરતિયાઓ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે:

બેઠક ૧: શ્રી નિમીતાબેન દીપકભાઈ દેસાઈ

બેઠક ૨: શ્રી પલકબેન એનલભાઈ પટેલ

બેઠક ૩: શ્રી નટવરભાઈ પદમવન ગોસ્વામી

બેઠક ૪: શ્રી વિપુલભાઈ જીતેન્દ્રભાઈ સેવક

ભવ્ય વિજયના વિશ્વાસ સાથે ફોર્મ ભરાયા

ટિકિટ મળતાની સાથે જ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપના આ ઉમેદવારોએ ભારે હર્ષ અને ઉલ્લાસ સાથે પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો ‘ભારત માતા કી જય’ ના નારા સાથે ઉમટી પડ્યા હતા. ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોને જન-જન સુધી પહોંચાડી જંગી બહુમતીથી વિજય મેળવશે.

ભાજપ દ્વારા જાહેર કરાયેલા આ નામોમાં અનુભવ અને યુવા જોશનું મિશ્રણ જોવા મળી રહ્યું છે, જે મણિનગર જેવા મહત્વના વોર્ડમાં પાર્ટીની પકડ વધુ મજબૂત બનાવશે તેમ મનાઈ રહ્યું છે.

અહેવાલ: ગુજરાત ગુંજ ન્યૂઝ ટીમ

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder