મોરબી

મોરબી પોલીસની મોટી કાર્યવાહી: ગુલાબનગરમાંથી ₹૫૭.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત, ૯૯૨૪ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી પોલીસની મોટી કાર્યવાહી: ગુલાબનગરમાંથી ₹૫૭.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત, ૯૯૨૪ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી:

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને મોરબી એસપી મુકેશકુમાર પટેલની સૂચનાથી પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના અભિયાન હેઠળ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે.  

ઘટનાની વિગત:

મોરબી સીટી એ ડિવિઝન પોલીસના પી.એસ.આઈ. જે.સી. ગોહિલને મળેલી બાતમીના આધારે શનાળા બાયપાસ પાસે આવેલા ગુલાબનગર શેરી નં. ૧ માં રેઇડ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન ત્રણ અલગ-અલગ વાહનો (બે સુઝુકી કેરી અને એક બોલેરો) મળી આવ્યા હતા, જેમાં કંતાલ નીચે છુપાવેલો પરપ્રાંતીય દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.  

મુદ્દામાલની વિગત:

દારૂની બોટલ: ૯૯૨૪ નંગ (કિંમત ₹૫૦,૩૮,૮૦૦/-).  

વાહનો: ૩ નંગ (કિંમત ₹૭,૦૦,૦૦૦/-).  

મોબાઈલ: ૧ નંગ (કિંમત ₹૫,૦૦૦/-).  

કુલ મુદ્દામાલ: ₹૫૭,૪૩,૮૦૦/-.  

ધરપકડ અને તપાસ:

પોલીસે સ્થળ પરથી મુસ્તકીમ ઉર્ફે લાલો અલારખાભાઇ વાઘેર (ઉં.વ. ૧૯) નામના શખ્સની ધરપકડ કરી છે. જ્યારે અન્ય પાંચ આરોપીઓ – નવઘણ મોહનભાઇ બાંભવા, દિવ્યેશ મોહનભાઇ બાંભવા, ઓમાન અશરફભાઇ ધારાણી, યુવરાજસિંહ અનોપસિંહ ડોડીયા અને ભીમશી કોળીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. મુખ્ય આરોપી નવઘણ બાંભવા અગાઉ ૧૬ જેટલા ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું પણ સામે આવ્યું છે.  

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder