મોરબી

મોરબી એસઓજીનો સપાટો: રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતા બે શખ્સો ૯૫૮ ગ્રામ ગાંજા સાથે ઝડપાયા, એલસીબીએ બે વોન્ટેડ પણ દબોચ્યા

મોરબી એસઓજીનો સપાટો: રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતા બે શખ્સો ૯૫૮ ગ્રામ ગાંજા સાથે ઝડપાયા, એલસીબીએ બે વોન્ટેડ પણ દબોચ્યા

Morbi SOG Raid, G

મોરબી

મોરબી જિલ્લામાં નશાબંધી અને ગેરકાયદે માદક પદાર્થોના વેચાણ સામે પોલીસે સઘન ઝુંબેશ હાથ ધરી છે। આ અંતર્ગત મોરબી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે મોરબી-માળિયા નેશનલ હાઈવે રોડ પર આવેલી રવિરાજ ચોકડી પાસે દરોડો પાડીને એક કેબિનમાંથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે। બીજી તરફ, મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે રેન્જ આઈજીની ખાસ ડ્રાઇવ હેઠળ બે નાસતા ફરતા આરોપીઓને પણ દબોચી લીધા છે।

‘મેલડી મહેર’ નામની કેબિનમાં ચાલતો હતો નશાનો વેપલો

મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતો પ્રિન્સ કોળી નામનો શખ્સ પોતાના સાગરીત વિપુલ કોળી સાથે મળીને રવિરાજ ચોકડી નજીક માળિયા તરફ જતા પુલના છેડા પાસે આવેલી ‘મેલડી મહેર’ લખેલી કેબિનમાં ગાંજાનો જથ્થો રાખીને તેનું છૂટક વેચાણ કરી રહ્યો છે। બાતમી મળતાં જ એસઓજીની ટીમે ઘટનાસ્થળે ઓચિંતો છાપો માર્યો હતો।

રોકડ અને મોબાઈલ સહિત ₹૯૧,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન કેબિનમાંથી ૯૫૮ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ₹૪૭,૯૦૦ આંકવામાં આવી છે। આ ઉપરાંત પોલીસે ગાંજાના વેચાણમાંથી મેળવેલા રોકડા ₹૨૩,૫૦૦ તેમજ ₹૨૦,૦૦૦ ની કિંમતના બે મોબાઈલ ફોન મળીને કુલ ₹૯૧,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે।

પોલીસે નીચે મુજબના બંને આરોપીઓની ધરપકડ કરી છે: ૧. પ્રિન્સ પ્રવીણભાઈ ધંધુકિયા (રહે. રણછોડનગર શેરી નં-૧, વીસીપરા, મોરબી; મૂળ રહે. દહીસરા, તા. માળિયા મિયાણા)

૨. વિપુલભાઈ રમેશભાઈ કુંજરીયા (રહે. વાવડી રોડ, મીરા પાર્ક સોસાયટી, મોરબી)

આ બંને શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।

સ્પેશિયલ ડ્રાઇવ: નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓ પણ ઝડપાયા

સરહદીય રેન્જ ભુજના આઈજી દ્વારા તા. ૧ થી ૧૫ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે શરૂ કરાયેલી સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત મોરબી એલસીબી પીઆઈ એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી:

  • મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર આરોપી રણમલ ઉર્ફે મુખી દિલાવરભાઈ સામતાણી (ઉં.વ. ૪૩) (રહે. ખીરઈ) ને તેના રહેણાંક મકાનમાંથી ઝડપી પાડી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે।
  • વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતી ફરતી મહિલા આરોપી મુસ્કાનબેન અબ્બાસભાઈ કટિયા (ઉં.વ. ૨૧) (રહે. માળિયા વનાળિયા સોસાયટી, મોરબી) ની ગ્રીનચોક ખાતેથી અટકાયત કરી વાંકાનેર સિટી પોલીસ હવાલે કરવામાં આવી છે।
Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder