મોરબી

હળવદ પોલીસનો સપાટો: હદપારી હુકમનો ભંગ કરનાર રીઢો બુટલેગર ઝડપાયો

હળવદ પોલીસનો સપાટો: હદપારી હુકમનો ભંગ કરનાર રીઢો બુટલેગર ઝડપાયો

હળવદ:

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે હળવદ પોલીસ એક્શન મોડમાં આવી છે. હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.ટી. વ્યાસ અને તેમની ટીમ દ્વારા દેશી દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલા અને જિલ્લામાંથી હદપાર કરાયેલા શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શું છે સમગ્ર વિગત?

હળવદના ચરાડવા (જુનાવાસ) ગામનો રહેવાસી અનીલ હસુભાઈ ચૌહાણ, જે અગાઉ અનેકવાર દેશી દારૂ વેચાણના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હતો, તેને હળવદ પ્રાંત મેજિસ્ટ્રેટ દ્વારા મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ (શહેર/ગ્રામ્ય), અમદાવાદ (શહેર/ગ્રામ્ય), ગાંધીધામ-કચ્છ, પાટણ અને જામનગર જિલ્લામાંથી ૬ માસ માટે હદપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

બાયપાસ પાસે જ દબોચી લેવાયો:

આ શખ્સ હદપારીના હુકમનું ઉલ્લંઘન કરી હળવદ વિસ્તારમાં જ હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે હળવદ-અમદાવાદ હાઈવે પર બાયપાસ ત્રણ રસ્તા પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. હદપારી શરત ભંગ બદલ તેની સામે જી.પી. એક્ટ ૧૪૨ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ ટીમની કામગીરી:

આ કામગીરી હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder