પોલીસ ડાયરી મોરબી

મોરબી SOGનો ઢુવા ચોકડી પાસે દરોડો: ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરતા ઈસમને ૨૫ ગેસ સિલિન્ડર સાથે ઝડપી પાડ્યો

મોરબી SOGનો ઢુવા ચોકડી પાસે દરોડો: ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરતા ઈસમને ૨૫ ગેસ સિલિન્ડર સાથે ઝડપી પાડ્યો

Screenshot

મોરબી:

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરિક્ષક અને મોરબી જિલ્લા પોલીસ અધીક્ષક દ્વારા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા આપેલી સૂચના અન્વયે મોરબી એસ.ઓ.જી. (Special Operation Group) ટીમે એક મોટી સફળતા મેળવી છે. મોરબી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગ અને ચાર્ટરની કામગીરીમાં હતી, તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર રીફીલીંગ કરતા એક શખ્સને રંગેહાથ પકડી પાડવામાં આવ્યો છે.  

૧૯ ખાલી અને ૬ ભરેલા બાટલા સહિત મુદ્દામાલ જપ્ત

પોલીસે ઘટનાસ્થળેથી આરોપી હનીફભાઈ હુશેનભાઇ બાવરા (રહે. વાકીયા, તા. વાંકાનેર, જી. મોરબી) ની અટકાયત કરી છે. તેની પાસેથી અલગ-અલગ ગેસ કંપનીઓના કુલ ૨૫ નંગ સિલિન્ડર (૧૯ ખાલી અને ૬ ભરેલા) મળી આવ્યા છે. આ ઉપરાંત ગેરકાયદેસર ગેસ ચોરી અને ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાતો વજન કાંટો અને નીપલો પણ જપ્ત કરવામાં આવી છે.  

કબ્જે કરાયેલા મુદ્દામાલની વિગત:

ખાલી ગેસ બાટલા: ૧૯ નંગ (કિંમત ₹૨૮,૫૦૦/-)  

ભરેલા ગેસ બાટલા: ૦૬ નંગ (કિંમત ₹૧૩,૮૦૦/-)  

ઇલેક્ટ્રીક વજન કાંટો: ૦૧ નંગ (કિંમત ₹૧,૦૦૦/-)  

રીફીલીંગ નીપલ: ૦૭ નંગ (કિંમત ₹૩૫૦/-)  

કુલ મુદ્દામાલ: ₹૪૩,૬૫૦/-  

કાયદેસરની કાર્યવાહી

મોરબી એસ.ઓ.જી. ની ટીમે આ સમગ્ર મામલે આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૨૮૭ તથા આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ ૩ અને ૭ મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે. આ કૌભાંડ પાછળ અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે અંગેની આગળની તપાસ માટે આરોપી અને મુદ્દામાલ વાંકાનેર તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા છે.  

Screenshot

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder