Uncategorized

વાંકાનેર SDH માં સ્વચ્છતાનો નવો માપદંડ

વાંકાનેર SDH માં સ્વચ્છતાનો નવો માપદંડ

વાંકાનેર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) ખાતે સ્વચ્છતા ક્ષેત્રે નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના તમામ વોર્ડ, ઓપરેશન થિયેટર, લોબી અને સમગ્ર કેમ્પસને વર્ગ-૪ના સફાઈ કર્મચારીઓ દ્વારા લગન અને ચોકસાઈથી સ્વચ્છ રાખવામાં આવી રહ્યું છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા નિયમિત સફાઈ અભિયાન વધુ સક્રિય બન્યું છે. ઋતુગત બીમારીઓને ધ્યાનમાં રાખી કેમ્પસને જંતુમુક્ત રાખવા ખાસ પગલાં લેવાઈ રહ્યા છે, સાથે સેનિટરી ઇન્સ્પેક્શન પણ કડક બનાવાયું છે.


દર્દીઓ માટે સુવિધાઓમાં વધારો કરવા નવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં દવાઓ, સર્જિકલ સાધનો અને ડાયગ્નોસ્ટિક કિટ્સનો સમાવેશ થાય છે. પીવાના શુદ્ધ અને ઠંડા પાણીની સુવિધા પણ મજબૂત કરવામાં આવી છે.
ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓની ટીમ સેવા ભાવના સાથે કાર્ય કરી રહી છે. ખાસ કરીને વર્ગ-૪ના કર્મચારીઓની મહેનતને કારણે હોસ્પિટલમાં સ્વચ્છતા અને વિશ્વાસનો માહોલ સર્જાયો છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder