વડોદરા

વડોદરા કોર્પોરેશનની ઉઘાડી પડી પોલ! ‘સ્વચ્છતા’ની ડંફાસો વચ્ચે વડોદરા મનપાની ઓફિસ પાછળ જ ગંદકીના પિશાચી ઢગલા, પ્રજામાં ભારે આક્રોશ

વડોદરા કોર્પોરેશનની ઉઘાડી પડી પોલ! ‘સ્વચ્છતા’ની ડંફાસો વચ્ચે વડોદરા મનપાની ઓફિસ પાછળ જ ગંદકીના પિશાચી ઢગલા, પ્રજામાં ભારે આક્રોશ

Vadodara Corporation Cleanliness

વડોદરા :

એક તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને ક્લીન અને સ્માર્ટ સિટી બનાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે મોટી-મોટી જાહેરાતો અને સ્વચ્છતાની ડંફાસો મારવામાં આવે છે, તો બીજી તરફ મનપા તંત્રની જ નાકની નીચે કાળમુખી ગંદકીના પિશાચી ઢગલાઓ ખડકાયેલા જોવા મળતાં તંત્રના દાવાઓની ધજીયા ઊડી ગઈ છે. વડોદરા કોર્પોરેશનની મુખ્ય ઓફિસની પાછળ જ ગંદકીના મોટો ભંડાર જોવા મળતાં સ્થાનિક રહીશો અને નાગરિકોના હોશ ઊડી ગયા છે.

ઓફિસ પાછળ ફેરવાયો ‘કાળો નાગ’, તંત્રની ઘોર બેદરકારી

વિકાસ અને ક્લીન સિટીની રાક્ષસી વાતો વચ્ચે વડોદરા મનપાના દરવાજા પાછળ જ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું છે. ચારેય તરફ ફેલાયેલી દુર્ગંધ અને તેના કારણે પેદા થતા મચ્છરો-જીવાતોને લીધે વિસ્તારમાં ભયાનક રોગચાળો ફાટી નીકળવાનો ભય ઉભો થયો છે. મનપાના અધિકારીઓ દરરોજ આ રસ્તેથી પસાર થવા છતાં આ ગંદકી તરફ આંખ આડા કાન કરી રહ્યા હોવાનો વિસ્ફોટક ભંડાપોડ થયો છે.

રહીશોએ તંત્રના મોઢા પર ઝાટકણી કાઢી

તંત્રની આવી બેદરકારી અને લાપરવાહીથી કંટાળેલા સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. લોકોનું કહેવું છે કે સામાન્ય જનતા પાસેથી સ્વચ્છતાના નામે ટેક્સ ઉઘરાવતી કોર્પોરેશન પોતાની ઓફિસની પાછળ જ સ્વચ્છતા રાખવામાં સાવ નિષ્ફળ નીવડી છે. જો તાત્કાલિક ધોરણે આ ગંદકીના પિશાચી ઢગલાઓ દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મનપા કચેરી સામે જ ભવ્ય વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder