વડોદરા

લાયન્સ ક્લબ ઓફ તારાપુર ગોલ્ડને ડિસ્ટ્રિક્ટ 3232 F1 નો ‘બેસ્ટ ક્લબ એવોર્ડ’: વડોદરા ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં સન્માન

લાયન્સ ક્લબ ઓફ તારાપુર ગોલ્ડને ડિસ્ટ્રિક્ટ 3232 F1 નો ‘બેસ્ટ ક્લબ એવોર્ડ’: વડોદરા ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં સન્માન

Lions Club Tarapur Gold

આણંદ :

રિપોર્ટ -મહમંદ રફીક જે દિવાન કિસ્મત આણંદ

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1 દ્વારા વડોદરા ખાતે પ્રતિષ્ઠિત ‘એમિનેન્સ એવોર્ડ’ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષના પ્રથમ ત્રણ માસ દરમિયાન સમાજના છેવાડાના માનવી સુધી ઉત્કૃષ્ટ સેવાકીય પ્રવૃત્તિઓ પહોંચાડનાર અગ્રણી ક્લબોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં ‘લાયન્સ ક્લબ ઓફ તારાપુર ગોલ્ડ’ને તેની બહુવિધ માનવસેવાકીય કામગીરીની નોંધ લઈ ‘બેસ્ટ ક્લબ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.

ડિસ્ટ્રિક્ટ ગવર્નર અશોક જૈનના હસ્તે સન્માન

વડોદરા ખાતે યોજાયેલા આ ગૌરવપૂર્ણ સમારંભમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા. અશોક જૈનના વરદહસ્તે લાયન્સ ક્લબ ઓફ તારાપુર ગોલ્ડના પ્રમુખ દિનેશભાઈ શાહને આ પ્રતિષ્ઠિત ટ્રોફી અને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ વેળાએ ડિસ્ટ્રિક્ટ ચેરમેન જગદીશ પટેલ સહિત લાયન્સ પરિવારના અનેક વરિષ્ઠ હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સામૂહિક ટીમવર્ક અને દાતાઓના સહયોગથી મળી સિદ્ધિ

તારાપુર ગોલ્ડ ક્લબ દ્વારા હાથ ધરાયેલા આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ઉત્થાનના વિવિધ સેવાકીય પ્રકલ્પો માટે ભંડોળ એકત્ર કરવામાં ચાર્ટર પ્રેસિડન્ટ ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રમુખ દિનેશભાઈ શાહે શ્રેષ્ઠ યોગદાન આપી દાતાઓનો સહકાર મેળવ્યો હતો. આ ઉપરાંત ક્લબના પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ શાહ તેમજ સેક્રેટરી જીગ્નેશભાઈ પટેલ દ્વારા તમામ પ્રોજેક્ટ્સનું સફળ સંકલન કરવામાં આવ્યું હતું.

ક્લબના તમામ લાયન સભ્યોના અથાક પરિશ્રમ અને સેવાભાવના પરિણામે આ ગૌરવવંતો એવોર્ડ પ્રાપ્ત થયો છે. એવોર્ડ સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ લાયન્સ ક્લબ ઓફ તારાપુર ગોલ્ડ ભવિષ્યમાં પણ આવી જ રીતે સમાજસેવાના અવનવા શિખરો સર કરે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder