મુંબઈ

રિલીઝ પહેલાં જ સલમાન ખાનની ‘મોન્સ્ટર’નો મોટો ધડાકો: PVR INOX એ ₹100 કરોડમાં ખરીદ્યા ઓલ-ઇન્ડિયા ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ

રિલીઝ પહેલાં જ સલમાન ખાનની ‘મોન્સ્ટર’નો મોટો ધડાકો: PVR INOX એ ₹100 કરોડમાં ખરીદ્યા ઓલ-ઇન્ડિયા ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ

salman khan

મુંબઈ:

બોલિવૂડના દબંગ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મોન્સ્ટર’ (Monster) ને લઈને સિનેમા જગતમાં અત્યંત મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થાય તે પહેલાં જ તેણે કમાણીના રેકોર્ડ બનાવવાનું શરૂ કરી દીધું છે. ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, દેશની અગ્રણી મલ્ટિપ્લેક્સ ચેઇન PVR INOX દ્વારા ‘મોન્સ્ટર’ ફિલ્મના ઓલ-ઇન્ડિયા થિયેટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ અધધ… રૂ. ૧૦૦ કરોડ માં હસ્તગત કરી લેવામાં આવ્યા છે. આ જંગી ડીલ સાથે જ ફિલ્મે રિલીઝ પૂર્વે જ માર્કેટમાં જોરદાર ચર્ચા અને ઉત્તેજના જગાવી દીધી છે.

સલમાન ખાનની કારકિર્દીની સૌથી મોટી પ્રી-રિલીઝ ડિસ્ટ્રિબ્યુશન ડીલ

સિનેમા ઉદ્યોગના વર્તમાન પડકારજનક સમયમાં જ્યારે વિતરકો મોટી રકમ રોકતાં અચકાતા હોય છે, ત્યારે રિલીઝના ઘણા સમય અગાઉ થયેલી આ ૧૦૦ કરોડની ડીલ સલમાન ખાનના સ્ટારડમ અને ક્રેઝની સાક્ષી પૂરે છે. ટ્રેડ વિશ્લેષકો આ સોદાને સલમાન ખાનની અત્યાર સુધીની કારકિર્દીની સૌથી મોટી અને ઐતિહાસિક પ્રી-રિલીઝ ડિસ્ટ્રિબ્યુશન ડીલ્સ પૈકીની એક ગણાવી રહ્યા છે. એક્ઝિબિશન જાયન્ટ PVR INOX ને પૂરો ભરોસો છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર વિસ્ફોટક કમાણી કરીને નવો ઇતિહાસ રચશે.

પહેલી વાર જોવા મળશે સલમાન અને લેડી સુપરસ્ટાર નયનતારાની જોડી

આ એક્શન એન્ટરટેઇનર ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ તેની ફ્રેશ અને પાવરફુલ સ્ટારકાસ્ટ છે. ફિલ્મમાં પહેલી વખત સલમાન ખાન સાથે દક્ષિણ ભારતીય સિનેમાની ‘લેડી સુપરસ્ટાર’ નયનતારા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર વમશી પેડિપલ્લી (Vamshi Paidipally) ના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં સલમાન ખાન અગાઉ ક્યારેય ન જોયેલા એકદમ રફ-એન્ડ-ટફ અને નવા અંદાજમાં મલ્ટીપલ લુક્સ સાથે જોવા મળવાનો છે.

ઈદ ૨૦૨૭ ના તહેવાર પર ભવ્ય રિલીઝની તૈયારી

જોકે નિર્માતાઓ દ્વારા હજુ સુધી ફિલ્મની ચોક્કસ તારીખ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર મેકર્સની નજર વર્ષ ૨૦૨૭ ની ઈદ પર કેન્દ્રિત છે. સલમાન ખાન માટે ઈદ હંમેશાં લકી અને બ્લોકબસ્ટર સાબિત થતી આવી છે, ત્યારે નિર્માતાઓ આ તહેવારના લાંબા વીકએન્ડનો ભરપૂર લાભ ઉઠાવવા દેશભરની હજારો સ્ક્રીન્સ પર ફિલ્મનું ભવ્ય પ્રદર્શન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder