મોરબી: ડૉ. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા માનવ સેવાના ઉમદા હેતુ સાથે આગામી રવિવારે ભવ્ય સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે તબીબી સેવા મળી રહે તે માટે આ ૧૮મો મેડિકલ કેમ્પ યોજાઈ રહ્યો છે.
કેમ્પની વિગત:
• તારીખ: ૧૨/૦૪/૨૦૨૬, રવિવાર
• સમય: સવારે ૮:૩૦ થી ૧૨:૦૦
• સ્થળ: વેદાંત ગ્લોબલ સ્કૂલ, વાવડી, મોરબી.
• દીપ પ્રાગટ્ય: સવારે ૯:૦૦ કલાકે, સાહેબશ્રી શિવરામદાસજી બાપુ (મહંતશ્રી કબીર આશ્રમ) ના હસ્તે.
સેવા આપનાર નિષ્ણાંત ડૉક્ટરો:
આ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાંત તબીબો પોતાની સેવા આપશે, જેમાં:
૧. ડૉ. ભાવિન ગામી (જનરલ ફિઝિશિયન તથા ફેફસાના રોગો)
૨. ડૉ. અક્ષય નરભેરામભાઈ (બાળ રોગ નિષ્ણાંત)
૩. ડૉ. યોગેશ પેથાપરા (ઓર્થોપેડિક સર્જન)
૪. ડૉ. ઉકેશ ગોધવિયા (ડાયાબિટીસ અને હૃદય રોગ નિષ્ણાંત)
૫. ડૉ. નિધિ સુરાણી (ભાડજા) (મગજ, માનસિક અને વ્યસન મુક્તિ નિષ્ણાંત)
૬. ડૉ. કિશન બોધવાડિયા (દાંતના રોગોના નિષ્ણાંત)
૭. ડૉ. કલ્પેશ રંગપરિયા (ચામડીના રોગોના નિષ્ણાંત)
૮. ડૉ. વિશાલ બાવરવા (આંખના સર્જન)
૯. ડૉ. પ્રતીક મકાસણા (કાન, નાક, ગળાના નિષ્ણાંત)
ખાસ નોંધ: કબીર આશ્રમ તથા ભૂમિ ટાવર પાસેથી દર્દીઓને વેદાંત સ્કૂલ સુધી લઈ જવા માટે બસની વ્યવસ્થા રાખવામાં આવી છે.
