મોરબી

માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સોનગઢ ખાતે 26મો સેવા કેમ્પ: 3 થી 8 ઓક્ટોબર સુધી ભોજન, ઉતારા અને મેડિકલ સેવા રહેશે કાર્યરત

માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સોનગઢ ખાતે 26મો સેવા કેમ્પ: 3 થી 8 ઓક્ટોબર સુધી ભોજન, ઉતારા અને મેડિકલ સેવા રહેશે કાર્યરત

Maliya Miyana

માળીયા મિયાણા (રિપોર્ટ: ઇકબાલ સાઈચા):

કચ્છ સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે આસો નવરાત્રી નિમિત્તે મા આશાપુરાના દર્શનાર્થે પગપાળા જઈ રહેલા હજારો માઇભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે સોનગઢ ગામે સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોરબી-પીપળીયા ચાર રસ્તાથી માળીયા (મી.) હાઇવે માર્ગ પર સોનગઢ ગામ નજીક છેલ્લા ૨૬ વર્ષથી અવિરત ચાલતો આ પરંપરાગત સેવા કેમ્પ આ વર્ષે પણ તા. ૩ ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ૨૪ કલાક રાત-દિવસ કાર્યરત રહેશે.

ભોજન, આરામ અને તબીબી સારવાર સહિતની તમામ સુવિધાઓ સંપૂર્ણ નિઃશુલ્ક

લાંબી અને કઠિન પદયાત્રા ખેડીને પસાર થતા યાત્રિકોને થાક અને મુશ્કેલીમાંથી રાહત મળે તે માટે કેમ્પમાં વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે શુદ્ધ અને સાત્વિક ભોજન, ચા-નાસ્તો, શુદ્ધ પીવાનું પાણી, સ્નાન અને શૌચાલયની યોગ્ય સુવિધા તેમજ રાત્રિ રોકાણ (વિશ્રામ) માટે આરામદાયક વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, પગપાળા ચાલવાથી પગમાં ફોલ્લા પડવા કે સ્નાયુના દુખાવાની તકલીફો માટે સ્થળ પર જ ફર્સ્ટ એઇડ, દવાઓ અને નિઃશુલ્ક મેડિકલ સારવાર ઉપલબ્ધ રહેશે.

મોરબી અને સોનગઢના સેવાભાવી યુવાનોનું સમર્પણ

આ પવિત્ર સેવાકાર્યમાં મોરબીના આહીર ધીરૂભાઈ ચાવડા (SBI Morbi), કે.સી. જાડેજા (PGVCL), વિશ્વરાજસિંહ જાડેજા (મોન્ટુભાઈ), રાજુભાઈ લખમણભાઈ ડાંગર, હર્ષદભાઈ પટેલ (જ્યોતિ મંડપ), મહેશભાઈ ભારવાણી (જલારામ ફેમિલી મોલ) સહિત સોનગઢ ગામના આહીર યુવાનો તથા મોરબી પરા બજાર મિત્ર મંડળના યુવાનો ખડેપગે સેવા આપી રહ્યા છે.

આયોજકોએ જણાવ્યું હતું કે, વર્ષોથી ચાલતા આ સેવા મહાયજ્ઞનો મુખ્ય આશય મા આશાપુરાના દરબારે જતા ભક્તોની નિઃસ્વાર્થ સેવા કરવાનો છે. માળીયા માર્ગ પરથી પસાર થતા દરેક પદયાત્રી અને ભાવિક ભક્તોને આ કેમ્પનો બહોળો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. પદયાત્રીઓની સહાય માટે આયોજકો દ્વારા બે હેલ્પલાઇન નંબરો (૯૮૨૪૨ ૧૭૧૭૮ અને ૯૯૭૮૯ ૦૦૦૫૦) પણ જાહેર કરવામાં આવ્યા છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder