મોરબી

મોરબી: મહેન્દ્રનગરની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં ક્રાઈમ બ્રાન્ચનો દરોડો, 5 જુગારીઓ ₹2.87 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

મોરબી: મહેન્દ્રનગરની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં ક્રાઈમ બ્રાન્ચનો દરોડો, 5 જુગારીઓ ₹2.87 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

મોરબી: જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવાના પોલીસના અભિયાન અંતર્ગત મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને પેરોલ ફ્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 5 શખ્સોને લાખોની રોકડ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

મોરબી એલ.સી.બી. અને પેરોલ ફ્લો સ્ક્વોડને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહેન્દ્રનગરની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં આવેલા ગજાનન એપાર્ટમેન્ટના મકાન નંબર 103માં રાજેશભાઈ જીવરાજભાઈ સરડવા બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે.

બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી મકાનમાં રેડ કરી હતી. રેડ દરમિયાન મકાન માલિક સહિત 5 ઇસમો ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો ‘તીન પત્તી’નો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.

પોલીસે કબજે કરેલો મુદ્દામાલ:

પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

રોકડ રકમ: ₹2,62,500/-

મોબાઈલ ફોન: 4 નંગ (કિંમત ₹25,000/-)

કુલ મુદ્દામાલ: ₹2,87,500/-

ઝડપાયેલા આરોપીઓના નામ:

1. રાજેશભાઈ જીવરાજભાઈ સરડવા – રહે. ગજાનન એપાર્ટમેન્ટ, મહેન્દ્રનગર

2. વિવેકભાઈ વિનોદભાઈ ગોસાઈ – રહે. મોટા દહીંસરા, તા. માળીયા મી.

3. ભાવેશભાઈ બાલુભાઈ સીતાપરા – રહે. પ્રભુકૃપા રેસિડેન્સી, મહેન્દ્રનગર

4. જયેશભાઈ રાઘવજીભાઈ બોપલીયા – રહે. મહેન્દ્રનગર (મૂળ રહે. મોટા ભેલા)

5. સાગરભાઈ રમેશભાઈ સરડવા – રહે. પ્રભુકૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર

કામગીરી કરનાર ટીમ:

આ સફળ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. મકવાણા, PSI બી.ડી. ભટ્ટ, PSI વી.જી. માલાણી તથા એલ.સી.બી. અને પેરોલ ફ્લો સ્ક્વોડના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder