મોરબી

મોરબી એલ.સી.બી.ની મોટી કાર્યવાહી: દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ‘પાસા’ હેઠળ જેલ હવાલે કરાયા

મોરબી એલ.સી.બી.ની મોટી કાર્યવાહી: દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ‘પાસા’ હેઠળ જેલ હવાલે કરાયા

મોરબી: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાને રાખીને રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને મોરબી પોલીસ અધીક્ષક મુકેશ પટેલની સૂચનાથી અટકાયતી પગલાં તેજ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત મોરબી ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશન (દારૂ)ના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની પાસા (PASA) હેઠળ ધરપકડ કરી છે.  

વિગતવાર માહિતી:

મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનાઓને ધ્યાને લઈ, એલ.સી.બી. દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વોરંટ ઇશ્યુ કરાતા નીચે મુજબના શખ્સોની અટકાયત કરવામાં આવી છે:  

૧. રાજુભાઇ પરબતભાઇ મોરી (રબારી): (ઉં.વ. ૨૪, રહે. મોખાણા, તા. ભાણવડ). તેમને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલી દેવાયા છે.

૨. કમલેશ ઉર્ફે રાણો ડાયાભાઇ ઉલવા (રબારી): (ઉં.વ. ૩૪, રહે. મોખાણા, તા. ભાણવડ). તેમને મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે.  

આ કામગીરીમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. પંડ્યા, પી.એસ.આઈ. બી.ડી. ભટ્ટ, પી.એસ.આઈ. વી.જી. માલાણી તથા પેરોલ ફર્લો સ્કોડનો સ્ટાફ જોડાયો હતો. 

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder