મોરબી ડેપો ખાતે પ્રજાની સુખાકારીને ધ્યાનમાં રાખીને મોરબી–પૂનાવાડા નવીન ગુર્જર નગરી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી બસ સેવા દ્વારા મુસાફરોને વધુ સરળ અને સુવિધાજનક પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ બનશે.આ પ્રસંગે મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કણજારીયા, મહામંત્રી ભુપતભાઈ જારીયા, રાજકીય અગ્રણી જયદીપભાઈ દેત્રોજા, ભાજપ અગ્રણી અનિલભાઈ વરમોરા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, ઉપપ્રમુખ કેયુરભાઈ પંડ્યા તેમજ પૂર્વ કાઉન્સિલર રોહિતભાઈ કણજારીયા હાજર રહ્યા હતા. સાથે જ મોરબી ડેપો મેનેજર કુંપાવત અને એસ.ટી સ્ટાફની ઉપસ્થિતિમાં બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
નવી બસ સેવા મુજબ બસ મોરબીથી રોજ સવારે 7:00 વાગ્યે વાયા અમદાવાદ અને બાલાસિનોર માર્ગે પૂનાવાડા પહોંચશે. ત્યારબાદ બીજે દિવસે સવારે 8:30 વાગ્યે પૂનાવાડાથી પ્રસ્થાન કરી મોરબી પરત ફરશે.આ નવી સેવા શરૂ થવાથી મુસાફરોને લાંબા અંતરના પ્રવાસમાં વધુ સુવિધા મળશે તેમજ મોરબી અને પૂનાવાડા વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બનશે. સ્થાનિક લોકોમાં આ નવી સુવિધાને લઇ આનંદની લાગણી જોવા મળી રહી છે.
