
ટંકારા તાલુકાના ટોળ ગામની દીકરીએ 99.96 પર્સેન્ટાઇલ સાથે A1 ગ્રેડ મેળવી શૈક્ષણિક ક્ષેત્રે ગાજવી સફળતા નોંધાવી”‘
ટંકારા તાલુકાના ટોળ ગામની પ્રતિભાશાળી દીકરી ઇરમ મુસ્તાકભાઈ ગઢાવરાએ 99.96 પર્સેન્ટાઇલ સાથે A1 ગ્રેડ મેળવી એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ અને સ્ટેટિસ્ટિક્સમાં 100 માંથી 100 ગુણ અને અર્થશાસ્ત્રમાં 97 ગુણ મેળવી તેમણે પોતાની કાબેલિયતનો પરિચય આપ્યો છે, જ્યારે અન્ય વિષયોમાં પણ A ગ્રેડ મેળવી સર્વાંગી પ્રદર્શન કર્યું છે.
ઇરમ ગઢવાળા પરિવારની દીકરી છે અને ટંકારા તાલુકાના ટોળ ગામના સરપંચ અબ્દુલભાઈ ગઢવાળાના ભાઈની દીકરી તરીકે ઓળખાય છે. પરિવાર તેમજ ગામ માટે આ ગૌરવની ક્ષણ છે. તેમની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સમગ્ર મોમીન મુસ્લિમ સમાજ માટે ગૌરવનું પ્રતિક બની છે.
આ સફળતા પાછળ ઇરમની અવિરત મહેનત, લગન અને શિક્ષકોનું માર્ગદર્શન મુખ્ય કારણ છે. તેમણે સાબિત કર્યું છે કે દીકરીઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે છે અને પરિવાર તેમજ સમાજનું નામ રોશન કરી શકે છે.
દીકરી અને દીકરો બંને સમાન છે — તક અને પ્રોત્સાહન મળે તો દીકરીઓ પણ આકાશને અડી શકે છે. ઇરમ જેવી પ્રતિભાશાળી દીકરીઓ સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે. આજે જરૂરી છે કે આપણે દરેક ઘરમાં દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપીએ અને તેમના સપનાઓને પાંખ આપીએ.
ઇરમ મુસ્તાકભાઈ ગઢાવરાને હાર્દિક અભિનંદન અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક શુભેચ્છાઓ!
