માળીયા મીંયાણા:
રાજકોટ રેન્જ આઈ.જી. અને મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા માટે માળીયા મીંયાણા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પ્રોહીબીશનના ગુનામાં વારંવાર સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ અન્વયે એક આરોપીને પાસા (PASA) હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.
મુખ્ય વિગતો:
• આરોપીનું નામ: આમિન ઉર્ફે ટકી ઇસ્માઇલભાઇ મોવર
• રહેઠાણ: વેણાસર ગામની સીમ, તા. માળીયા મીં, જી. મોરબી.
• કાર્યવાહી: માળીયા મીંયાણા પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. પટેલ દ્વારા આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી, જેને મેજીસ્ટ્રેટશ્રી મોરબી તરફથી મંજૂરી મળતા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.
• જેલ: આરોપીની અટકાયત કરી તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના સભ્યો જોડાયા હતા.
