
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને આજરોજ માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો પોતાના કાર્યકરો અને આગેવાનો સાથે હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ, માળીયા તાલુકા પંચાયત માટે કુલ ૪૦ ઉમેદવારોએ પોતાની સેન્સ આપી હતી, જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ૧૨ ઉમેદવારોએ ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી હતી.
માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદીપ કાલરીયાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે સમગ્ર પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી અને પાર્ટી દ્વારા યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.





