gujarat રાષ્ટ્રીય

ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી: 10મું પાસ માટે સીધી સરકારી નોકરી, અરજીની છેલ્લી તારીખ નજીક!

ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી: 10મું પાસ માટે સીધી સરકારી નોકરી, અરજીની છેલ્લી તારીખ નજીક!

ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2026

નવી દિલ્હી / અમદાવાદ: જો તમે કોઈપણ લેખિત પરીક્ષા આપ્યા વિના ભારતીય ટપાલ વિભાગ (India Post) માં સરકારી નોકરી મેળવવાનું સપ્ન જોઈ રહ્યા છો, તો તમારા માટે એક ઉત્તમ તક સામે આવી છે. ટપાલ વિભાગ દ્વારા દેશભરમાં 23,000 થી વધુ ગ્રામીણ ડાક સેવક (GDS) પદો પર ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ ભરતીની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં પસંદગી માટે ઉમેદવારે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક કે લેખિત પરીક્ષા આપવાની રહેશે નહીં.જો તમે હજુ સુધી આ ભરતી માટે ફોર્મ નથી ભર્યું, તો ઝડપ રાખવી જરૂરી છે, કારણ કે અરજી કરવાની અંતિમ તારીખ ખૂબ જ નજીક આવી ગઈ છે.

36 સર્કલમાં વિવિધ પદો પર ભરતી

પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા જુલાઈ સત્ર હેઠળ હાથ ધરવામાં આવેલી આ ભરતી પ્રક્રિયા સમગ્ર દેશના 36 સર્કલ્સ (જેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીનો સમાવેશ થાય છે) માટે થઈ રહી છે. આ ઝુંબેશ હેઠળ મુખ્યત્વે ત્રણ પદો પર નિયુક્તિ કરવામાં આવશે:

  1. બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
  2. આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)
  3. ગ્રામીણ ડાક સેવક (GDS)

મહત્વની તારીખો અને વેબસાઇટ

  • અરજી કરવાની છેલ્લી તારીખ: 21 સપ્ટેમ્બર, 2026 (સાંજે 5:00 વાગ્યા સુધી)
  • સત્તાવાર વેબસાઇટ: indiapost.gov.in

જરૂરી લાયકાત અને શરતો

  1. શૈક્ષણિક લાયકાત:ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ગણિત અને અંગ્રેજી વિષય સાથે 10મું ધોરણ (S.S.C.) પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત, ઉમેદવાર જે રાજ્ય કે સર્કલમાંથી અરજી કરી રહ્યો હોય, ત્યાંની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું અને 10મા ધોરણ સુધી તે ભાષા ભણેલા હોવું ફરજિયાત છે.
  2. વય મર્યાદા (Age Limit):અરજી કરનાર ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ. સરકારી નિયમોનુસાર અનામત વર્ગ (SC/ST/OBC/PwD) ના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
  3. અન્ય કૌશલ્ય:ઉમેદવાર પાસે કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન (Basic Computer Knowledge) હોવું જોઈએ તેમજ સાયકલ કે ટુ-વ્હીલર ચલાવતા આવડવું જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી કોઈપણ પરીક્ષા કે ઈન્ટરવ્યુ વગર કરવામાં આવશે. 10મા ધોરણમાં મેળવેલા ગુણના આધારે ઓટો-જનરેટેડ મેરિટ લિસ્ટ (Merit List) તૈયાર કરાશે અને તેના આધારે જ સીધું સિલેક્શન કરવામાં આવશે.

પગાર ધોરણ (Monthly Salary Structure)

પસંદગી પામેલા ઉમેદવારોને પદ અને TRCA સ્લેબ મુજબ માસિક પગાર ચૂકવવામાં આવશે:

  • બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM): ₹12,000 થી ₹29,380 પ્રતિ માસ
  • ABPM / ડાક સેવક: ₹10,000 થી ₹24,470 પ્રતિ માસ(નોંધ: મૂળ પગાર ઉપરાંત નિયમ મુજબ સરકારી ભથ્થાં પણ મળવાપાત્ર રહેશે.)

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? (Step-by-Step Guide)

તબક્કો 1: રજીસ્ટ્રેશન (Registration)

  1. સત્તાવાર પોર્ટલ indiapost.gov.in પર જાઓ.
  2. “GDS Online Engagement” લિંક પર ક્લિક કરી નોંધણી ફોર્મ ખોલો.
  3. તમારો મોબાઇલ નંબર અને ઇમેઇલ ID દાખલ કરી OTP વેરીફાય કરો.
  4. નામ, પિતાનું નામ, જન્મતારીખ અને કેટેગરી જેવી વિગતો ભરીને રજીસ્ટ્રેશન નંબર મેળવો.

તબક્કો 2: ફોર્મ સબમિશન અને ફી

ફોર્મ સબમિટ કરી તેની પ્રિન્ટઆઉટ સાચવી રાખો.

રજીસ્ટ્રેશન નંબરથી લોગિન કરો.

શૈક્ષણિક વિગતો અને પોસ્ટ પ્રેફરન્સ (પોસ્ટિંગ માટેની જગ્યાઓ) પસંદ કરો.

જરૂરી દસ્તાવેજો (ફોટો, સહી, 10માની માર્કશીટ) અપલોડ કરો.

જનરલ/OBC/EWS પુરુષ ઉમેદવારોએ ₹100 અરજી ફી ચૂકવવાની રહેશે. (SC/ST/PwD અને તમામ મહિલા ઉમેદવારો માટે નિયમ મુજબ ફીમાં રાહત છે).

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder