આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં વસતા ભારતીયોમાં ફેલાયો અસંતોષ: 40% લોકો યુએસ છોડવા મક્કમ, ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ સામે ઉઠ્યા સવાલ

અમેરિકામાં વસતા ભારતીયોમાં ફેલાયો અસંતોષ: 40% લોકો યુએસ છોડવા મક્કમ, ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ સામે ઉઠ્યા સવાલ

Screenshot

Indian Americans leaving USA: અમેરિકામાં [USA] વસતા અંદાજે 52 લાખથી વધુ ભારતીય મૂળના લોકોમાં અત્યારે અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ [Carnegie Endowment for International Peace] દ્વારા હાથ ધરાયેલા ‘ઇન્ડિયન અમેરિકન એટીટ્યુડ્સ સર્વે’ (IAAS) [Indian American Attitudes Survey] માં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સર્વે મુજબ, દર 10 માંથી 4 ભારતીયો એટલે કે આશરે 40% લોકો હવે અમેરિકા છોડી દેવા માંગે છે. ખાસ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ [Donald Trump] ની બીજી ટર્મ દરમિયાન ઇમિગ્રેશનની જટિલ પ્રક્રિયા, આસમાને પહોંચેલી મોંઘવારી અને વધતા ભેદભાવને કારણે ભારતીયોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

ટ્રમ્પની કાર્યશૈલી અને રાજનીતિથી નારાજગી (Indian Americans leaving USA)

સર્વેના આંકડા મુજબ, 71% ભારતીય મૂળના લોકોને ટ્રમ્પની કામગીરી જરાય પસંદ નથી આવી રહી. 58% લોકોએ અમેરિકાની વર્તમાન રાજનીતિ સામે વાંધો ઉઠાવ્યો છે, જ્યારે 54% લોકો વધતા લિવિંગ કોસ્ટ [Cost of Living] ને કારણે પરેશાન છે. ટ્રમ્પ સરકારની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ અને ધાર્મિક સમાવેશના અભાવને કારણે ભારતીયોને પોતાની ઓળખ જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે અમેરિકાની વસ્તીમાં ભારતીયો માત્ર 1.5% હોવા છતાં દેશની કુલ ટેક્સ આવકમાં તેમનું યોગદાન 6% જેટલું માતબર છે.

હેલ્થકેર ક્ષેત્રમાં ભારતીયોનો દબદબો (Indians in US Healthcare)

ભારતીયોના સંભવિત હિજરતથી અમેરિકાની આરોગ્ય વ્યવસ્થા [Healthcare System] ખોરવાઈ શકે તેમ છે. યુએસમાં કાર્યરત અંદાજે 10 લાખ ડોક્ટરોમાં 8.5% થી 9% હિસ્સો ભારતીય મૂળના ડોક્ટરોનો છે. આ ઉપરાંત, અંદાજે 35,000 ભારતીય નર્સો અમેરિકાની હોસ્પિટલો અને ઇમરજન્સી યુનિટ્સમાં સેવા આપી રહી છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ [Harvard Medical School] અને જોન્સ હોપકિન્સ [Johns Hopkins] જેવી ટોચની સંસ્થાઓમાં પણ ભારતીયો ચાવીરૂપ હોદ્દા ધરાવે છે.

ટેકનોલોજી અને વિજ્ઞાનમાં નિર્ણાયક ભૂમિકા (Role in Science and Technology)

અમેરિકાના આર્થિક અને વૈજ્ઞાનિક વિકાસમાં ભારતીય વૈજ્ઞાનિકો [Indian Scientists] અને એન્જિનિયરોનું મોટું યોગદાન છે. કુલ વૈજ્ઞાનિકોમાં 12% ભારતીયો છે અને યુનિવર્સિટીઓમાં 22,000 થી વધુ ભારતીય પ્રોફેસરો કાર્યરત છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) [Artificial Intelligence] અને બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં પણ ભારતીયો વ્યૂહરચનાકાર તરીકે સેવા આપી રહ્યા છે. જો આ કુશળ વર્ગ અમેરિકા છોડશે, તો ટ્રમ્પ સરકાર માટે અર્થતંત્રને ટકાવી રાખવું મોટો પડકાર બની જશે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder