મોરબી

ચોટીલાના આરોગ્યતંત્રમાં સરપ્રાઇઝ ચેકથી સત્ય બહારનાયબ કલેક્ટર એ.ટી. મકવાણા ની પ્રજાલક્ષી કામગીરીથી બેદરકારી બેનકાબ, જવાબદારી પ્રત્યેનો કડક સંદેશ

ચોટીલાના આરોગ્યતંત્રમાં સરપ્રાઇઝ ચેકથી સત્ય બહારનાયબ કલેક્ટર એ.ટી. મકવાણા ની પ્રજાલક્ષી કામગીરીથી બેદરકારી બેનકાબ, જવાબદારી પ્રત્યેનો કડક સંદેશ

ચોટીલા: સરકારી સેવાઓ લોકો સુધી ગુણવત્તાપૂર્વક પહોંચે તે માટે ચોટીલાના નાયબ કલેક્ટર એ.ટી. મકવાણા દ્વારા આણંદપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરાયેલા અચાનક નિરીક્ષણે આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન અનેક પ્રકારની ક્ષતિઓ અને વહીવટી ખામીઓ સામે આવતા જવાબદાર કર્મચારીઓ માં ફફડાટ ફેલાયો હતો.આ કાર્યવાહી માત્ર તપાસ પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ સરકારી તંત્રમાં જવાબદારી, શિસ્ત અને પારદર્શિતાનો મજબૂત સંદેશ આપતી હતી. નાયબ કલેક્ટર એ.ટી. મકવાણાએ સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી અને આરોગ્ય સેવાઓમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંકેત આપ્યો હોવાનું જાણવા મળે છે. આકસ્મિક તપાસોનું સાચું મહત્વ ત્યારે સાબિત થાય છે જ્યારે કચેરીઓ અને સરકારી સંસ્થાઓમાં માત્ર કાગળ પર નહીં, પરંતુ વાસ્તવિક રીતે સેવાઓનું મૂલ્યાંકન થાય. નાયબ કલેક્ટર એ.ટી. મકવાણાની આ કામગીરી એ દર્શાવે છે કે સારો વહીવટ માત્ર બેઠકો કે સમીક્ષાઓ થી નહીં, પરંતુ મેદાનમાં ઉતરીને હકીકત જાણવાથી શક્ય બને છે. આ પ્રકારના સરપ્રાઇઝ ચેકિંગથી કર્મચારીઓમાં ફરજ પ્રત્યે ગંભીરતા વધે છે, સામાન્ય નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ મળે છે અને સરકારી તંત્ર પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ મજબૂત બને છે. આવી પ્રજાકેન્દ્રિત કામગીરી અન્ય વિભાગો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder