મોરબી

હળવદ પોલીસની લાલ આંખ: પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ બુટલેગરને ‘પાસા’ હેઠળ જેલના સળિયા પાછળ ધકેલાયો

હળવદ પોલીસની લાલ આંખ: પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ બુટલેગરને ‘પાસા’ હેઠળ જેલના સળિયા પાછળ ધકેલાયો

હળવદ:

મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂબંધીના કાયદાનો ભંગ કરનારા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા એક નામચીન શખ્સને પાસા (PASA) હેઠળ ડિટેઈન કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.  

ઘટનાની વિગત:

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને મોરબી પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ અને તેમની ટીમ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખ્સો સામે અટકાયતી પગલાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના કળમાદ ગામના રહેવાસી જયરાજ દીલુભાઈ ઉર્ફે દીલીપભાઇ બોરીચા સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.  

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા, હળવદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીની અટકાયત કરી હતી. અંગ્રેજી દારૂના વેચાણ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા આ શખ્સને કાયદેસરની કાર્યવાહી કરી જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે.  

આ કામગીરીમાં હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.ટી. વ્યાસ અને સમગ્ર પોલીસ સ્ટાફ જોડાયેલ રહ્યો હતો

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder