આંતરરાષ્ટ્રીય

અમેરિકાને UAEની મોટી ચેતવણી: ડોલરના બદલે હવે ‘યુઆન’માં થઈ શકે છે તેલનો વેપાર!

અમેરિકાને UAEની મોટી ચેતવણી: ડોલરના બદલે હવે ‘યુઆન’માં થઈ શકે છે તેલનો વેપાર!

દુબઈ/વોશિંગ્ટન:

ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવની ગંભીર અસર હવે વૈશ્વિક બજાર પર જોવા મળી રહી છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ માટે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ સીધી રીતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને જવાબદાર ઠેરવી છે.

શું ડોલરનું વર્ચસ્વ જોખમમાં છે?

‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ (WSJ) ના અહેવાલ મુજબ, UAE એ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આ સંઘર્ષને કારણે બજારમાં અમેરિકી ડોલરની અછત સર્જાશે, તો તેઓ તેલ અને ગેસના વેપાર માટે ચીની કરન્સી ‘યુઆન’ અથવા અન્ય વૈકલ્પિક ચલણનો ઉપયોગ શરૂ કરી દેશે.

મુખ્ય મુદ્દાઓ:

ડોલર સ્વેપ લાઈનની માંગ: UAE એ પોતાની અર્થવ્યવસ્થાને બચાવવા માટે અમેરિકા પાસે ‘ડોલર સ્વેપ લાઈન’ ની માંગણી કરી છે. જો અમેરિકા આ સુવિધા નહીં આપે તો UAE કરન્સી બદલવાનો નિર્ણય લઈ શકે છે.

ચીનનો ફાયદો: નિષ્ણાતોનું માનવું છે કે ચીન પાસે પહેલેથી જ અનેક દેશો સાથે કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ છે, જે UAE માટે એક સરળ અને મજબૂત વિકલ્પ સાબિત થઈ શકે છે.

ભારત પર અસર: જો અમેરિકા-ઈરાન વિવાદ વકરશે તો કાચા તેલ (Crude Oil) ના ભાવ આસમાને પહોંચી શકે છે. નોંધનીય છે કે ભારતે પણ તાજેતરમાં ઈરાન પાસેથી ખરીદેલા તેલ માટે ડોલરના બદલે યુઆનમાં પેમેન્ટ કર્યું હતું. ભારતની દિગ્ગજ કંપનીઓ પણ હવે ડોલર સામે રૂપિયાની નબળાઈને જોતા ચીની યુઆન તરફ વળવા વિચારણા કરી રહી છે.

જો UAE તેલના વેપાર માટે યુઆન અપનાવશે, તો તે દાયકાઓથી ચાલી આવતા અમેરિકી ડોલરના એકહથ્થુ શાસન માટે અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર સાબિત થશે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder