મોરબી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે પોલીસની લાલ આંખ; દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા તળે ધકેલાયો જુનાગઢ જેલ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે પોલીસની લાલ આંખ; દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા તળે ધકેલાયો જુનાગઢ જેલ

Screenshot

મોરબી:

રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે મોરબી જિલ્લા પોલીસ હરકતમાં આવી છે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા એક નામચીન શખ્સ સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

શું છે સમગ્ર વિગત?

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, દારૂના ગુનાઓમાં અવારનવાર સંડોવાયેલા મોહમ્મદફિરદોશભાઈ મુનાફભાઈ જુણેજા (રહે. ચંદ્રપુર, હુસૈની ચોક, વાંકાનેર) વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી.

જુનાગઢ જેલ હવાલે કરાયો

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવતા, મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી મોહમ્મદફિરદોશભાઈને આજ રોજ તારીખ 14/04/2026 ના રોજ કલાક 21:30 વાગ્યે પાસા એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી છે. પોલીસની ટીમે જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આરોપીને જુનાગઢ જિલ્લા જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.

કામગીરી કરનાર ટીમ:

આ સફળ કામગીરીમાં મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા, સબ ઇન્સ્પેક્ટર સી.એસ. સોંદરવા તથા સર્વેલન્સ સ્ટાફના જવાનો જોડાયા હતા. ચૂંટણી પહેલા પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Screenshot
Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder