રિપોર્ટ સંજય નંદેસરીયા..
આ દરમિયાન તેમણે દરેક મતદાન મથકે ઉપલબ્ધ મૂળભૂત સુવિધાઓ જેમ કે વીજ પુરવઠો, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, રેમ્પ તથા વ્હીલચેર જેવી દિવ્યાંગમિત્ર સુવિધાઓ, મતદાન મથક સુધી પહોંચવાની સુવિધા અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરી હતી.
તેમજ મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ સંબંધિત અધિકારીઓને આપવામાં આવ્યું હતું. મથકો પર મતદાન કર્મચારીઓ માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) માટે સુરક્ષિત જગ્યા તથા મતદારો માટે રાહદારીઓની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
વધુમાં ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ચોટીલા એચ. ટી. મકવાણા નાઓએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવશે.


