અમદાવાદ

રાજ્યમાં પોલીસ તંત્રમાં નવી ઉર્જા: મોટા પાયે PI બદલીઓથી પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ

રાજ્યમાં પોલીસ તંત્રમાં નવી ઉર્જા: મોટા પાયે PI બદલીઓથી પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ

રાજ્યમાં 600થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની મોટા પાયે બદલીના આદેશો બહાર પડવાના સંકેતો વચ્ચે પ્રશાસન તંત્ર વધુ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, આ બદલીઓ માત્ર રૂટિન પ્રક્રિયા નહીં પરંતુ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ લેવામાં આવી રહી છે.લાંબા સમયથી એક જ સ્થાને કાર્યરત પોલીસ અધિકારીઓની બદલી દ્વારા તંત્રમાં નવી ઉર્જા અને પારદર્શિતા લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમય મર્યાદા પૂર્ણ કરનાર અધિકારીઓને અન્ય જિલ્લામાં ફેરબદલી આપીને તંત્રને વધુ નિષ્પક્ષ અને પ્રભાવશાળી બનાવવાનું મુખ્ય ઉદ્દેશ માનવામાં આવે છે.ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત રહે તે માટે આવા નિર્ણયો મહત્વપૂર્ણ સાબિત થાય છે. જિલ્લા ફેરબદલીના સંકેતો દર્શાવે છે કે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સુચારુ અને નિષ્પક્ષ ચૂંટણી માટે પ્રતિબદ્ધ છે.
હાલમાં આ મામલે સત્તાવાર જાહેરાત બાકી હોવા છતાં, પોલીસ વિભાગમાં આ સમાચારને લઈને ચર્ચા તેજ બની છે. જો આ બદલીઓ અમલમાં આવે, તો તે રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને સુવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં સહાયક બનશે

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder