ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ‘સુગમ ડિજિટલ ગુજરાત’ (Sugam Digital Gujarat) પહેલનો ભવ્ય પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે સાયન્સ-ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય હાઈલાઈટ્સ:
- 20 મહત્વની સેવાઓ ઓનલાઈન: રાજ્યના 5 મુખ્ય વિભાગોની 20 જેટલી હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓનું સરળીકરણ કરવામાં આવ્યું છે.
- શું ફાયદો થશે? હવે આવકના દાખલા, જ્ઞાતિના પ્રમાણપત્રો, રેશનકાર્ડ અને સોગંદનામા જેવી પાયાની સેવાઓ માટે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે.
- ત્રણ સૂત્રો: આ સેવાઓ હવે ‘ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ’ બનશે, જેનાથી ભ્રષ્ટાચાર ઘટશે અને સમય બચશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોને આંગળીના ટેરવે સુવિધા આપવા કટિબદ્ધ છે.
