દુબઈ

મિડ-એર હુમલામાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છારનો જીવ બચાવનાર ડોક્ટરે જણાવી આપવીતી: ‘ધબકારા ઘટી ગયા હતા અને હોઠ લીલા પડી રહ્યા હતા’

મિડ-એર હુમલામાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છારનો જીવ બચાવનાર ડોક્ટરે જણાવી આપવીતી: ‘ધબકારા ઘટી ગયા હતા અને હોઠ લીલા પડી રહ્યા હતા’

Captain Smit Machhar,

દુબઈ

દુબઈથી ઇઝરાયેલના તેલ અવીવ તરફ ઉડાન ભરી રહેલી ફ્લાયદુબઈની પેસેન્જર ફ્લાઇટમાં મધ્ય આકાશમાં એક કંપાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. વિમાનમાં સવાર ૧૭૦થી વધુ મુસાફરોના જીવ ત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા જ્યારે પ્લેનના ઓમાની કો-પાયલટ હમામ અલ-હમામીએ અચાનક વિમાનના મુખ્ય ભારતીય કેપ્ટન સ્મિત મચ્છાર પર ચાકુ વડે હિચકારો હુમલો કરી દીધો હતો અને વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં પણ કેપ્ટન સ્મિતે અદભુત સાહસ અને શૌર્ય દાખવી હુમલાખોરનો સામનો કરી મોટી હવાઈ દુર્ઘટના ટાળી હતી.

૪૫ મિનિટ સુધી બરફ લગાવીને લોહી વહેતું અટકાવ્યું

આ ભયાનક સંકટ સમયે વિમાનમાં મુસાફરી કરી રહેલા જોર્જિયાના તબીબ (ડેન્ટિસ્ટ) ડો. શુતા મુસાએવ તાત્કાલિક આગળ આવ્યા હતા અને લોહીથી લથપથ કેપ્ટનની સારવાર શરૂ કરી હતી. એક વિશેષ ઇન્ટરવ્યુમાં વિગતો આપતાં ડો. મુસાએવે જણાવ્યું હતું કે, “કેપ્ટન સ્મિતના માથા તેમજ ડાબા હાથમાંથી અતિશય રક્તસ્રાવ થઈ રહ્યો હતો. મેં સૌપ્રથમ ટી-શર્ટ વડે ઘા પર પ્રેશર આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોહી બંધ ન થતાં ક્રૂ મેમ્બર્સ પાસેથી તાબડતોબ બરફના પેકેટ્સ મંગાવ્યા હતા અને સતત ૪૫ મિનિટ સુધી બરફ ઘસીને રક્તસ્રાવ નિયંત્રિત કરવાનો સંઘર્ષ કર્યો હતો.”

ધબકારા ઘટી ગયા અને હોઠ લીલા પડવા લાગ્યા હતા

વધુ પડતું લોહી વહી જવાને કારણે એક તબક્કે કેપ્ટન સ્મિતની તબિયત અત્યંત નાજુક બની ગઈ હતી. તેમના હૃદયના ધબકારા એકદમ ઘટી ગયા હતા અને હોઠ લીલા પડવા લાગ્યા હતા. આવા કટોકટીના સમયે ડો. મુસાએવે સમયસૂચકતા વાપરીને કેપ્ટનના બંને પગ ઊંચા રાખ્યા હતા જેથી મગજ અને હૃદય તરફ બ્લડ સરક્યુલેશન (લોહીનું પરિભ્રમણ) જળવાઈ રહે. કેપ્ટન બેભાન કે કોમામાં ન ચાલ્યા જાય તે માટે તેઓ સતત કેપ્ટન સાથે તેમના સંતાનો અને પરિવાર વિશે વાતો કરીને તેમને જાગૃત રાખતા રહ્યા હતા. રક્તસ્રાવ વધુ હોવાથી કોઈ પણ પ્રકારની એલોપેથિક દવા આપવી જોખમી સાબિત થઈ શકે તેમ હોવાથી તેમણે દવા આપવાનું ટાળ્યું હતું.

સાઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

કેપ્ટનની સ્થિતિ ગંભીર જણાતાં ડો. મુસાએવે ક્રૂને સત્વરે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવા જણાવ્યું હતું. ત્યારબાદ વિમાનને તાત્કાલિક સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, જ્યાં ગ્રાઉન્ડ મેડિકલ સ્ટાફે કેપ્ટન સ્મિતને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. સમયસર મળેલી તબીબી સારવાર અને ડોક્ટરની સમયસૂચકતાના કારણે કેપ્ટનનો જીવ બચી શક્યો હતો.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder