રાજકોટ
રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે હવાઈ મુસાફરી ક્ષેત્રે મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. આગામી ૨૬ ઑક્ટોબરથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે નવું વિન્ટર શિડ્યુલ લાગુ થઈ રહ્યું છે. આ શિડ્યુલ અંતર્ગત દેશની અગ્રણી એરલાઇન કંપની ઇન્ડિગો (IndiGo) દ્વારા સૌરાષ્ટ્રવાસીઓ માટે ખાસ ગોવા, પુણે અને હૈદરાબાદની નવી ફ્લાઇટ્સ સહિત કુલ ૧૩ ફ્લાઇટ્સનું સંચાલન જાહેર કરવામાં આવ્યું છે.

દૈનિક ૧૦ અને સપ્તાહમાં ચાર દિવસ ૩ ફ્લાઇટ્સનું શેડ્યૂલ
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર વિન્ટર શિડ્યુલ અનુસાર, રાજકોટથી રોજેરોજ (ડેઇલી) ૧૦ ફ્લાઇટ્સ ઉડાન ભરશે, જ્યારે ગોવા, પુણે અને હૈદરાબાદ માટે સપ્તાહમાં ચાર દિવસ ૩ વિશેષ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે.
રાજકોટથી ઉપડતી ફ્લાઇટ્સનો સંપૂર્ણ સમયપત્રક (Daily & Weekly):
- રાજકોટ – દિલ્હી: સવારે ૦૭:૫૫, બપોરે ૦૧:૦૦, રાત્રે ૦૮:૦૦ અને આગામી ૧૬ ડિસેમ્બરથી રાત્રે ૧૦:૦૫ કલાકે (દૈનિક)
- રાજકોટ – મુંબઈ: સવારે ૦૯:૦૦, બપોરે ૧૨:૫૫ અને સાંજે ૧૯:૦૦ (૭:૦૦) કલાકે (દૈનિક)
- રાજકોટ – નવી મુંબઈ: સવારે ૦૮:૫૦ અને રાત્રે ૧૯:૩૫ (૭:૩૫) કલાકે (દૈનિક)
- રાજકોટ – બેંગ્લોર: સાંજે ૧૭:૫૫ (૫:૫૫) કલાકે (દૈનિક)
- રાજકોટ – હૈદરાબાદ: સવારે ૦૮:૦૫ કલાકે (દર મંગળ, બુધ, ગુરુ અને રવિવારે)
- રાજકોટ – પુણે: બપોરે ૧૩:૪૦ (૧:૪૦) કલાકે (દર મંગળ, બુધ, ગુરુ અને રવિવારે)
- રાજકોટ – ગોવા: સાંજે ૧૮:૪૫ (૬:૪૫) કલાકે (દર સોમ, મંગળ, ગુરુ અને શનિવારે)
દિવાળી અને શિયાળાના પ્રવાસન પર્વ પૂર્વે જ ગોવા માટે સીધી કનેક્ટિવિટી મળતાં પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આઈટી હબ પુણે અને હૈદરાબાદ માટે ફ્લાઇટ્સ શરૂ થવાથી વેપારીઓ, નોકરિયાતો અને વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.