Uncategorized

સાયબર ઠગાઈ કેસમાં ફરાર આરોપી સુરતમાંથી ઝડપાયો, ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસની કાર્યવાહી

સાયબર ઠગાઈ કેસમાં ફરાર આરોપી સુરતમાંથી ઝડપાયો, ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસની કાર્યવાહી

ગાંધીધામ:સાયબર ક્રાઇમ સંબંધિત ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા દોઢ વર્ષથી ફરાર રહેલા આરોપીને ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસે સુરત શહેરમાંથી ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે.પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ વડાના સુચન અનુસાર ગંભીર ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી કામગીરી દરમિયાન આ સફળતા મળી છે. તપાસ મુજબ, આરોપી દ્વારા ઓનલાઈન ઠગાઈ કરી નાણાંકીય છેતરપિંડી કરવામાં આવી હતી.આ કેસમાં અગાઉ પણ કેટલાક આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે એક આરોપી લાંબા સમયથી પોલીસથી બચી રહ્યો હતો. મળેલી માહિતીના આધારે પોલીસ ટીમે સુરતમાં રેડ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.પકડાયેલા આરોપીને ગાંધીધામ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગુનાની વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder