રાજકોટ

શાપર-વેરાવળ પોલીસની મોટી કાર્યવાહી: હદપારીના હુકમનો ભંગ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો

શાપર-વેરાવળ પોલીસની મોટી કાર્યવાહી: હદપારીના હુકમનો ભંગ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો

Screenshot

શાપર-વેરાવળ:

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી વિજય સિંહ ગુર્જર (IPS) દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અન્વયે હદપાર થયેલા ઇસમો પર વોચ રાખવા મળેલી સૂચનાના આધારે શાપર (વે.) પોલીસે એક મહત્વની સફળતા મેળવી છે. રાજકોટ રેન્જ આઈ.જી. શ્રી નિર્લિપ્ત રાય (IPS) ના માર્ગદર્શન હેઠળ પોલીસે હદપારીના હુકમનો અનાદર કરી વિસ્તારમાં ફરી રહેલા એક શખ્સને દબોચી લીધો છે.  

શું છે સમગ્ર મામલો?

રાજકોટના એસ.ડી.એમ. દ્વારા ગત ૨૪/૦૩/૨૦૨૬ ના રોજ એક હુકમ કરવામાં આવ્યો હતો, જે મુજબ આરોપી સંજયભાઇ પ્રેમજીભાઇ વાળા (રહે. પડવલા, તા. કોટડાસાંગાણી) ને રાજકોટ શહેર અને ગ્રામ્ય જિલ્લાની હદમાંથી ૪૫ દિવસ માટે હદપાર કરવામાં આવ્યો હતો. જોકે, આ હુકમનો ભંગ કરી આરોપી વેરાવળ ગામના એસ.આઇ.ડી.સી. રોડ (પડવલા રોડ) પાસે હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.  

પેટ્રોલીંગ દરમિયાન ઝડપાયો આરોપી

શાપર (વે.) પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, ત્યારે મળેલી હકીકતને આધારે વોચ ગોઠવીને સંજય વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની સામે જી.પી. એક્ટ કલમ ૧૪૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

ઝડપાયેલ આરોપી સંજય પ્રેમજીભાઇ વાળા રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ શાપર (વે.) પોલીસ સ્ટેશનમાં જ પ્રોહિબિશન (દારૂ) ના ૧૧ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ દરમિયાન તેની સામે સતત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.  

પોલીસ ટીમની કામગીરી

આ સફળ કામગીરી શાપર (વે.) પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી આર.બી. રાણાની આગેવાનીમાં એ.એસ.આઈ. ડી.આર. સરવૈયા, બી.સી. સોલંકી, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ ખાટરીયા, જગશીભાઇ ઝાલા તેમજ પી.સી. અલ્પેશભાઇ, લગધીરસીંહ, વિમલભાઇ, રાજદીપસીંહ, મનસુખભાઇ અને દિવ્યેશભાઇ દ્વારા કરવામાં આવી છે.  

Screenshot
Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder