ભાવનગર

ભાવનગર: માર્શલ આર્ટ્સના ક્ષેત્રે નવું સોપાન, તાઈકવૉન્ડોના એડવાન્સ ટ્રેનિંગ સેમિનારનું ભવ્ય આયોજન

ભાવનગર: માર્શલ આર્ટ્સના ક્ષેત્રે નવું સોપાન, તાઈકવૉન્ડોના એડવાન્સ ટ્રેનિંગ સેમિનારનું ભવ્ય આયોજન

ભાવનગર:

શહેરની પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ કરાટે સંસ્થા, ‘કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરિયુ ઈન્ડિયા’ દ્વારા તાજેતરમાં તાઈકવૉન્ડો માર્શલ આર્ટના એડવાન્સ ટ્રેનિંગ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ અને તાલીમ મળી રહે તે હેતુથી આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

નિષ્ણાંતો દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી તાલીમ

આ સેમિનારમાં ગુજરાતના જાણીતા માર્શલ આર્ટ એક્સપર્ટ પ્રશાંતભાઈ મહેતા (5th ડિગ્રી બ્લેક બેલ્ટ) દ્વારા વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રશાંતભાઈએ દક્ષિણ કોરિયા જેવા દેશોમાં વિશ્વપ્રસિદ્ધ માસ્ટર્સ પાસે તાલીમ મેળવેલી છે. તેમણે સેમિનાર દરમિયાન:

• તાઈકવૉન્ડોની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે જાણકારી આપી.

• સ્પર્ધાઓ (કોમ્પિટિશન) માં ટેકનિકલ રીતે કેવી રીતે સફળ થવું તેની ટિપ્સ આપી.

• સ્વરક્ષણ અને શારીરિક ક્ષમતા વધારવા માટેની આધુનિક રીતો શીખવી.

બ્લેક બેલ્ટ અને સિનિયર ખેલાડીઓની સહભાગીદારી

સંસ્થાના ચીફ ઇન્સ્ટ્રક્ટર અને ‘ચિલ્ડ્રન તાઈકવૉન્ડો યુનિયન, ગુજરાત’ ના પ્રમુખ શિહાન પ્રદીપ પારેખ (6th ડિગ્રી બ્લેક બેલ્ટ) ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સેમિનારમાં સંસ્થાના સિનિયર બ્રાઉન બેલ્ટ અને બ્લેક બેલ્ટ ઇન્સ્ટ્રક્ટર વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ભાવનગરના યુવાનો માટે સોનેરી તક

શિહાન પ્રદીપ પારેખ ભાવનગરના વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ આંતરરાષ્ટ્રીય સ્તરની માર્શલ આર્ટ્સની તાલીમ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ સેમિનારથી સ્થાનિક ખેલાડીઓમાં નવા જોમ અને કૌશલ્યનો સંચાર થયો છે.

અહેવાલ: ડો. રોહિત એચ. દવે

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder