રાજકોટ

પત્રકારત્વ ક્ષેત્રનું તેજસ્વી નામ: ‘ગુજરાત ગુંજ’ પરિવાર તરફથી સિનિયર પત્રકાર યોગેશભાઈ રાઠોડને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

પત્રકારત્વ ક્ષેત્રનું તેજસ્વી નામ: ‘ગુજરાત ગુંજ’ પરિવાર તરફથી સિનિયર પત્રકાર યોગેશભાઈ રાઠોડને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

રાજકોટ:

સૌરાષ્ટ્રના મીડિયા જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અને ‘સાંજ સમાચાર’ના સિનિયર રિપોર્ટર યોગેશભાઈ રાઠોડનો આજે જન્મદિવસ છે. તેઓએ પોતાના જીવનના 33 વર્ષ પૂર્ણ કરી આજે 34માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

એક દાયકાની સફળ સફર

મૂળ ધ્રોલના વતની અને વાણંદ સમાજનું ગૌરવ એવા યોગેશભાઈ છેલ્લા 10 વર્ષથી મીડિયા ફિલ્ડમાં સક્રિય છે. રાજકોટની શ્રી અર્જુનલાલ હીરાણી જર્નાલિઝમ કોલેજમાંથી માસ્ટર ડિગ્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.ફીલ. સુધીનો અભ્યાસ કરનાર યોગેશભાઈએ પોતાની કારકિર્દીની શરૂઆત ‘સૌરાષ્ટ્ર ક્રાંતિ’ દૈનિકથી કરી હતી. ત્યારબાદ તેઓએ ટીવી-9 ગુજરાતી ચેનલમાં ન્યૂઝ એડિટર તરીકે પણ સેવાઓ આપી છે.

દરેક ક્ષેત્રમાં નિપુણતા

હાલ તેઓ ‘સાંજ સમાચાર’માં સિનિયર રિપોર્ટર તરીકે કાર્યરત છે. ધર્મ, રાજનીતિ, લીગલ, કોર્ટ અને ક્રાઈમ જેવા અઘરા વિષયો પર તેમની પકડ મજબૂત છે. સરળ ભાષા અને તથ્યો સાથે સમાચાર પીરસવાની તેમની શૈલીને કારણે તેઓ વાંચકોમાં ખૂબ લોકપ્રિય છે. હંમેશા કંઈક નવું શીખવાની તેમની ધગશ જ તેમને અન્ય પત્રકારોથી અલગ પાડે છે.

શુભેચ્છાઓનો ધોધ

આજે તેમના જન્મદિવસ નિમિત્તે મીડિયા જગતના મિત્રો, રાજકીય અગ્રણીઓ અને સ્નેહીજનો તરફથી તેમના મોબાઈલ નંબર 70439 42437 પર અવિરત શુભેચ્છાઓ મળી રહી છે.

‘ગુજરાત ગુંજ’ પરિવાર પણ યોગેશભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરે છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder