


“‘ધારાસભ્ય જીતુભાઈ સોમાણી કાર્યકરો સાથે રહ્યા ઉપસ્થિત, વડાપ્રધાનના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ”‘

વાંકાનેર, તા. 26 જુલાઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો 136મો એપિસોડ આજે વાંકાનેર ધારાસભ્ય કાર્યાલય ખાતે સામૂહિક રીતે નિહાળવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, નગરપાલિકાના કાઉન્સિલરો તથા સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા.કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને આત્મનિર્ભર ભારત, પર્યાવરણ સંરક્ષણ, જળ સંચય, સ્વચ્છતા, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન, યુવાનોની નવીનતા અને જન ભાગીદારી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. દેશભરમાં સમાજસેવાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનારા વ્યક્તિઓ અને સંસ્થાઓના ઉદાહરણો દ્વારા સકારાત્મક પરિવર્તન માટે પ્રેરણા આપી હતી.



કાર્યક્રમ બાદ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, ‘મન કી બાત’ દેશના નાગરિકોને વિકાસ, રાષ્ટ્રનિર્માણ અને સમાજસેવા માટે પ્રેરિત કરતું અસરકારક માધ્યમ છે. ઉપસ્થિત કાર્યકરોએ વડાપ્રધાનના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. દેશભક્તિ અને ઉત્સાહના માહોલમાં કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.