મોરબી

મોરબી તાલુકા પોલીસની મોટી સફળતા: બે કારખાનામાંથી કોપર વાયરની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ રિકવર

મોરબી તાલુકા પોલીસની મોટી સફળતા: બે કારખાનામાંથી કોપર વાયરની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ રિકવર

મોરબી:

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બે અલગ-અલગ કારખાનાઓમાં થયેલી કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરી કરનાર ચાર શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

મોરબી તાલુકા પોલીસ મથકમાં બે અલગ-અલગ ગુનાઓ હેઠળ કોપર વાયરની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે જીલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ માધ્યમોનો ઉપયોગ કરીને તપાસ તેજ કરી હતી. બાતમીના આધારે જેતપર રોડ પર આવેલ શ્રી કેરામાતા સ્કેપના ડેલા પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓ:

1. એજાજ ઉર્ફે માથારો અબ્દુલભાઈ આરબ (રહે. પાડા પુલ નીચે, મોરબી)

2. દીપકભાઈ ઉર્ફે આયુષ મંગીલાલ દેવડા (મૂળ રહે. મધ્યપ્રદેશ)

3. કિશનગીરી કૈલાશગીરી ગોસ્વામી (રહે. શાન ઘાટ પાસે, મોરબી)

4. ધરમચંદ લાડુલાલ ગુર્જર (મૂળ રહે. રાજસ્થાન)

આ ઉપરાંત, આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી ભીખારામ ઉર્ફે વિક્રમ ઉર્ફે કાલીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

કુલ ₹૩,૧૧,૬૦૦નો મુદ્દામાલ કબજે:

પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ રિકવર કર્યો છે:

• ૧૯૮ કિલો પ્લાસ્ટિક કવર વાળો કોપર વાયર (કિંમત ₹૬૬,૦૦૦)

• ૧૨૩ કિલો શુદ્ધ કોપર વાયર (કિંમત ₹૧,૪૭,૬૦૦)

• સ્પલેન્ડર મોટરસાયકલ (કિંમત ₹૧૫,૦૦૦)

• ઓટો રિક્ષા (કિંમત ₹૫૦,૦૦૦)

• અન્ય મુદ્દામાલ મળી કુલ ₹૩,૧૧,૬૦૦/-

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.એસ.ઘેટીયા, પીએસઆઈ શ્રી સી.એસ.સોંદરવા તથા સર્વેલન્સ ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder