મોરબી

મોરબી LCBની ટીમ પહોંચી દિલ્હી: ૭ વર્ષથી દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને નજફગઢથી દબોચ્યો

મોરબી LCBની ટીમ પહોંચી દિલ્હી: ૭ વર્ષથી દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને નજફગઢથી દબોચ્યો

મોરબી:

મોરબી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાને રાખી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મોટી સફળતા મેળવતા માળિયા (મીં) પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ૭ વર્ષથી વોન્ટેડ આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો છે.

શું હતો સમગ્ર મામલો?

વર્ષ ૨૦૧૯માં માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો (ગુ.ર.નં. ૫૨૮૦/૧૯) નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપી દીપક સ/ઓફ પવનકુમાર રામકુમાર યાદવ (રહે. જાફરપુર, ન્યુ દિલ્હી) ધરપકડ ટાળવા માટે છેલ્લા સાત વર્ષથી અલગ-અલગ જગ્યાએ નાસતો ફરતો હતો.

LCBની ટીમે આ રીતે પાડ્યો દરોડો:

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને મોરબી એસપી મુકેશ પટેલના સુપરવિઝન હેઠળ LCBની ટીમો રાજસ્થાન અને દિલ્હીમાં તપાસમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી દીપક તેના વતન દિલ્હીના નજફગઢ વિસ્તારમાં હાજર છે. બાતમી મળતા જ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ત્યાં પહોંચી આરોપીને હસ્તગત કર્યો હતો અને વધુ કાર્યવાહી માટે માળિયા (મીં) પોલીસને સોંપવામાં આવ્યો છે.

કામગીરી કરનાર ટીમ:

આ સફળ કામગીરીમાં LCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. પંડ્યા, પીએસઆઈ બી.ડી. ભટ્ટ, પીએસઆઈ વી.જી. માલાણી, કે.એચ. ભોચીયા તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ જોડાયેલ હતો.

વધુ સમાચારો માટે જોતા રહો: Gujarat Gunj

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder