બોટાદ: ભ્રષ્ટાચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. વતી ₹10,000 ની લાંચ લેતા એક ખાનગી વ્યક્તિને એસીબીએ છટકું ગોઠવીને દબોચી લીધો છે.
🔍 શું છે સમગ્ર ઘટના?
• કોણ પકડાયું?: (1) એ.એસ.આઈ. જયેશભાઈ જેન્તીભાઈ જાખણીયા (બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન) અને (2) નિલેશભાઈ ઉર્ફે લાલો ઘનશ્યામભાઈ ભરાડીયા (ખાનગી વ્યક્તિ).
• કેમ માંગી હતી લાંચ?: ફરિયાદી વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં જામીન મુક્ત કરવા અને હેરાન ન કરવાના અવેજમાં એ.એસ.આઈ. દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી.
• કેવી રીતે થઈ ટ્રેપ?: ભાવનગર એસીબીની ટીમે પાળીયાદ ખાતે છટકું ગોઠવ્યું હતું, જ્યાં એ.એસ.આઈ. વતી ખાનગી વ્યક્તિ નિલેશ લાંચની રકમ સ્વીકારતા જ એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો.
📢 ભ્રષ્ટાચાર સામે જંગ!
“ભ્રષ્ટાચારોની ખોલો પોલ, એસીબીને કરો કોલ” ના સૂત્ર સાથે એસીબી ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. આ કેસમાં પણ ગુનો નોંધીને એસીબીએ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
i
